ભુજ, તા. 16 : સૂરજપરના શ્રીહરિ સ્પોર્ટ્સ
ગ્રાઉન્ડ પર કચ્છમિત્ર એન્કર કપની મેચમાં મુસ્લિમ એજ્યુકેશન-ભુજને હરાવીને સંસ્કાર
સ્કૂલ-ભુજે આગેકૂચ કરી હતી, તો વ્હાઇટ
હાઉસ સ્કૂલે નયન બરાડિયાની 66 દડામાં શાનદાર સદીના સહારે એમ.એસ.વી. હાઇસ્કૂલ-માધાપરને 93 રને હરાવીને આગેકૂચ કરી હતી.
સવારે શાંતિલાલ ભંડેરીએ ટોસ ઉછાળ્યો હતો. વ્હાઇટ હાઉસે નયનના 17 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 102 ઉપરાંત પર્વ પટેલના 44 દડામાં 5 ચોગ્ગા સાથે 40, દીક્ષિત ઠક્કરના 7 દડામાં બે ચોગ્ગા સાથે 13 રનના સહારે 20 ઓવરમાં બે વિકેટે 198 રન કર્યા હતા. માધપર વતી મોહિત
દલવાણી અને તન્મય બોખાણીએ એક-એક વિ. ખેરવી હતી. જવાબમાં એમ.એસ.વી. ટીમ 17 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સેકન્ડ
મેન ઓફ ધ મેચ દીક્ષિત ચાવડાએ 13 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 19, હેત ભાનુશાલીએ 10 દડામાં 3 ચોગ્ગા સાથે 14 રન કર્યા હતા. પર્વ પટેલે 21 રનમાં 3, નિહાર ઠક્કરે 20 રનમાં બે વિ. ઝડપી હતી. સૂરજપર
ગ્રાઉન્ડના દાતા મનસુખ હીરાણી, જાદવજી
વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. નારાણભાઈ ભુડિયાએ ટોસ ઉછાળ્યો હતો. મુસ્લિમ એજ્યુકેશને
સેકન્ડ મેન ઓફ ધ મેચ અજમલ બાવાના 23 દડામાં 3 ચોગ્ગા અને
એક છગ્ગા સાથેના 28, સૈયદ અઝીમશાના
ચાર ચોગ્ગા સાથે 16 રન થકી 16.2 ઓવરમાં 102 રન કર્યા હતા. સંસ્કાર વતી
આદિલ શેખે 21 રનમાં 3, સોહમ પંડયાએ 24 રનમાં બે અને રાજેશ ગાગલે 16 રનમાં 3 વિકેટ ખેરવી હતી. જવાબમાં સંસ્કારે મેન
ઓફ ધ મેચ આયુષ વાઘેલાના 8 ચોગ્ગા સાથે
46 દડામાં 44 અને આલોક મનીષના 36 દડામાં બે ચોગ્ગા સાથે અણનમ
2પ રનની મદદથી 14.2 ઓવરમાં એક જ વિકેટે લક્ષ્ય
પાર પાડયું હતું. અમ્પાયર કૈલાસ પિંડોળિયા અને હિરેન ખીમાણી તથા સ્કોરર ઈશ્વર ભંડેરી
રહ્યા હતા. કોમેન્ટ્રી નીતેશ ગોસ્વામીએ આપી હતી. ગ્રાઉન્ડ વ્યવસ્થા સચિન વાઘડિયા અને
મહેશ સોનીએ સંભાળી હતી.