• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

દહીંસરા ગામનો પાણીપ્રશ્ન દાયકા પછી પણ ન ઉકેલાતાં રોષ

દહીંસરા (તા. ભુજ), તા. 5 : ભુજ નજીક આવેલા દહીંસરા ગામને છેલ્લા એક દાયકાથી પાણીપ્રશ્ન પરેશાન કરે છે. રજૂઆતો પણ વારંવાર થાય છે છતાં કોઇ ઉકેલ ન આવતાં પ્રજામાં રોષ વ્યાપ્યો છે. દહીંસરામાં ઘણા સમયથી કાંયાવાળા પીળા રંગનું પાણી વિતરણ કરાય છે, જેના ટી.ડી.એસ. પણ વધારે છે. આ પાણી પીવાલાયક ન હોવા છતાં ધોરીધરાર અપાય છે. આ બાબતે ગ્રામસભામાં પાણી સમિતિ અને સાંસદ, ધારાસભ્ય સહિત રજૂઆતો કરીને ગામલોકો થાક્યા છે. હવે તો પાણી સ્નાન કરવા કે કપડાં ધોવાલાયક પણ નથી રહ્યું. જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે ત્યાં પીળાશ પડતો કાંયો સિમેન્ટની જેમ જામી ગયો છે જે સ્પષ્ટ દેખાય છે. શું મોટા રોગચાળાની રાહ જોવાય છે કે શું ? તેવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે. દહીંસરાનો પાણીપ્રશ્ન કોઇ મોટી ઘટના કે રોગચાળો થાય તે પહેલાં નિરાકરણ ઇચ્છે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd