માધાપર, તા. 14 : માધાપર ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે
ગુર્જર સુથાર સ્પોર્ટ્સ ગ્રુપ- ભુજ દ્વારા આયોજિત જીએસપીએલ ઓક્શન ક્રિકેટ ટૂર્નામેન્ટ
સ્વ. રમેશભાઈ હરિભાઈ સીતાપરા સ્મૃતિકપ-2026 યોજાઈ હતી. ફાઇનલ મેચનો દિનેશભાઈ ભારદિયાએ ટોસ ઉછાળ્યો હતો.
ફાઈનલમાં ઈલેવન પેરેડાઈઝ ઈલેવન (આદિપુર) સામે એસઆર ઇલેવન (આદિપુર)એ જીત મેળવી હતી.
મેન ઓફ ધ મેચ જિજ્ઞેશ જોલાપરા, મેન ઓફ
ધ સિરીઝ સ્મિત પીનારા, બેસ્ટ બેટ્સમેન શ્રેયસ સીતાપરા,
બેસ્ટ બોલર મિહિર ગજ્જર રહ્યા હતા. વિજેતા ટીમને ટ્રોફી, બેસ્ટ ખેલાડીઓને ટ્રોફી, બેટનાં ઈનામો અપાયાં હતાં. ટૂર્ના.ના દાતા કુલદીપ રમેશભાઈ સીતાપરા પરિવાર રહ્યા
હતા, જ્યારે દરેક ખેલાડીઓને ટી-શર્ટ જીએસપીએલ ગ્રુપ ભુજ તરફથી
અપાયા હતા. ફાઇનલમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
હતા. આયોજન ગુર્જર સુથાર સ્પોર્ટ્સ ગ્રૂપ ભુજ વતી કરાયું હતું. હાર્દિક પીનારા,
નીલેશ પીનારા, જિજ્ઞેશ જોલાપરા, અંકિત જોલાપરા, રાજવીર ગજ્જર, મેહુલ
દુધૈયાએ જહેમત ઉઠાવી હતી.