• રવિવાર, 15 માર્ચ, 2026

પહેલી એપ્રિલથી ફાસ્ટેગના વાર્ષિક પાસના ભાવ વધશે

નવી દિલ્હી, તા. 14 : પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સફર કરવી થોડી મોંઘી બની શકે છે. ફાસ્ટેગના વાર્ષિક પાસની કિંમતમાં અઢી ટકાનો વધારો કરવાનો ફેંસલો સરકારે કર્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયના આ નિર્ણય બાદ ખાનગી વાહનમાલિકોએ વાર્ષિક પાસ માટે હવેથી ત્રણ હજારનાં સ્થાને 3075 રૂપિયા ચૂકવવા પડશે. આ પાસ કારમાલિકોને દેશભરના 200 ટોલ પ્લાઝા પર કોઇ જાતના અવરોધ વગર સફર કરવાની સુવિધા આપે છે. સરકારે 15 ઓગસ્ટથી આ ખાસ પાસની શરૂઆત કરી હતી. આ પહેલને જબરો પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધી બાવન લાખથી વધુ કારચાલકો આ પાસ મેળવી ચૂકયા છે. પહેલી એપ્રિલની સવારથી ફાસ્ટેગ પાસના નવા ભાવ લાગુ થઇ જશે. 31 માર્ચ સુધી જૂના ભાવનો લાભ મેળવી શકાશે. 

Panchang

dd