ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે
ગાંધીધામમાં ગાડીમાંથી રૂા. 4.62 લાખનો શરાબનો જથ્થો પકડી પાડયો હતો. જો કે, આ કાર્યવાહીમાં આરોપી પોલીસ પકડથી દૂર રહ્યા
હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી કિશોર નારણભાઈ મહેશ્વરી
અને પચાણ નારણભાઈ મહેશ્વરી (રહે. બંને મહેશ્વરીનનગર, ગાંધીધામ)એ
પ્લાસ્ટિકની યુરિયા પ્રવાહી ભરેલી ડોલોની આડમાં ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો
હોવાની બાતમીના આધારે પોલીસે છાનબીન હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપી કિશોરનાં ઘર પાસેથી મહિન્દ્રાની બોલેરો જીજે-18-બીવી-4350માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના 180 એમ.એલ. ક્વાર્ટરિયા નંગ. 1540 મળી આવ્યા હતા, જેની કિંમત રૂા. 4.62 લાખ આંકવામાં આવી હતી. પોલીસે રૂા. 3.50 લાખની કિંમતની ગાડી તથા રોકડા રૂા. બે લાખ, યુરિયા
જેવું પ્રવાહી કિં. રૂા. 34000 સાથે કુલ
રૂા.10.46 લાખનો મુદ્દામાલ કબજે લઈને
આરોપી કિશોર, પચાણ તેમજ ગણેશકુમાર ઠાકરારામ
(રહે. ગોદારો, કીબેરી, ખુંડાલા,
બારમેડ, રાજસ્થાન)ને પકડી પાડવા માટે ચક્રોગતિમાન
કર્યાં છે.