• રવિવાર, 15 માર્ચ, 2026

ગાંધીધામના રાજકીય અગ્રણીના આત્મહત્યા પ્રકરણમાં વધુ એક ધરપકડ

ગાંધીધામ, તા. 14 : શહેર ભાજપના મંત્રીને મરવા માટે મજબૂર કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આદિપુરમાં રહેતા દીપેશ ભટ્ટે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ પ્રકરણમાં કુલ રૂા. 18 જણ સામે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સામેલ અગાઉ બે આરોપીની ધરપકડ કરાઈ હતી. પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે  અમદાવાદના બાવળાથી આરોપી દર્શન બળવંતભાઈ ઠક્કર (રહે. એસ.એફ.-2, વોર્ડ નં. 2 / બી, પ્લોટ નં. 449, આદિપુર)ની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે તલસ્પર્શી વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd