• રવિવાર, 15 માર્ચ, 2026

પ્રદુષણ સામે અવાજ ઉઠાવનારા સામે કંપની દ્વારા કરાતું દમન

ગાંધીધામ, તા. 14 : ભારાપરની સાલ સ્ટીલ કંપની દ્વારા  લાંબા અરસાથી ફેલાતા પ્રદુષણ મુદે  તાજેતરમાં જ આહીર સમાજ દ્વારા  પ્રદુષણ  બોર્ડ અને જિલ્લા કલેકટર સહીતને વ્યાપક રજુઆત કરી કંપની સામે પગલા લેવા રજુઆત કરાઈ હતી.ત્યારે  કંપની દ્વારા ખેડુતોને ધમકી અપાતી હોવા મુદે આજે  હાજલ દાદા સેવકગણ દ્વારા આજે બહોળી સંખ્યામાં જઈને પુર્વ કચ્છ પોલીસ પ્રશાસન સમક્ષ ઘા નાંખવામાં આવી હતી. આજે સાંજના અરસામાં આહીર સમાજ દ્વારા આ મુદે પોલીસ વડા કચેરી ખાતે જઈને રજુઆત કરવામાં આવી હતી. પોલીસ વડાને પાઠવાયેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે  શાલ સ્ટીલ કંપની દ્રા ભારાપરસહીતના આસપાસના વિસ્તારમાં અત્યંત પ્રદુષ ફેલાવી રહી છે. જનો વિરોધષ  ભારાપર, કીડાણા અને ગાંધીધામ આજુબાજુના લોકો તેમજ સંત હાજલ દાદા સેવક ગણ  કરી રહ્યો છે. આ મામલે સબંધીત  વિભાગ અને અધિકારીઓને   લેખીત રજુઆત કરવામાં આવી છે. પોલીસ વડાને પાઠવાયેલા આવેદન પત્રમાં  જણાવ્યા પ્રમાણે કંપની દ્વારા  આજુબાજુના ખેડુતોના ખેતરમાઅંથી મંજુરી વિના પાણીની લાઈન નાંખી છે. તે ખેડુતોને ખોટી ધમકી આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તાજેતરમાં કંપનીને રક્ષણ  આપવામાં આવ્યું હતુ કે કયા કારણોસર  આપવામાં આવ્યું  તેવો સવાલ કરી ગેરકાયદે રીતે પાણીની લાઈન નાંખી પોલીસનો ખોટો ઉપયોગ કરીને  કંપની દ્વારા દમન કરાતું હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે. પ્રદુષણ સામે અવાજ ઉપાડે તેમને ધમકી આપવામાં આવે છે.  પોલીસ દ્વારા કંપનીને રક્ષણ અપાયું છે તેને હટાવી લેવા  અને ખેડુતોના ખેતરમાં ખોટી પાણીની લીધેલી લાઈન બંધ કરાવા માંગ કરાઈ છે. આ વેળાએ શામજીભાઈ આહીર, ધનજીભાઈ  હુંબલ, વાસાભાઈ નારણ , નવીનભાઈ જરૂ , શામજીભાઈ મ્યાત્રા, ઘેલાભાઈ આહીર, રમેશ ભાઈ મ્યાત્રા  વિગેરે તેમજ બહોળી સંખ્યામાં આહીર સમાજના લોકો જોડાયા હતાં.

 

Panchang

dd