ભુજ, તા. 13 : ગુજરાત સરકાર દ્વારા આયોજિત
અસ્મિતા લીગ મેચ અંતર્ગત રગ્બી રમતનું આયોજન ગાંધીનગર ખાતે કરાયું હતું. આ સ્પર્ધામાં
સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ
કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું,
જે અંડર-18 વિભાગમાં
સમગ્ર ગુજરાતમાં વિજેતા થઇ હતી, તો અંડર-15 વિભાગમાં તૃતિય ક્રમાંક મેળવ્યો
હતો. દીકરીઓનાં પ્રસંશનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સંસ્થાના
પ્રમુખ રામજી વેકરિયા, મંત્રી પ્રવીણ પિંડોરિયા, સંચાલક મંડળ, આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેને શુભેચ્છા પાઠવી હતી.