કાઠડા (તા. માંડવી), તા. 4
: કચ્છનો પ્રાણપ્રશ્ન એટલે પાણી અને પર્યાવરણ, એ બચશે તો આવનારા સમયમાં જીવન બચી શકશે.
પાણી, પર્યાવરણ અને ગૌચર બચાવવાની પ્રવૃત્તિ માટે છેલ્લા પાંચ વર્ષથી સમસ્ત મહાજન મુંબઇ
કાર્ય કરી રહ્યું છે. સમસ્ત મહાજન મુંબઇના સુપરવાઇઝર અને કચ્છના ઇન્ચાર્જ હિતેશભાઇ?શાહે
જણાવ્યું કે, આ સંસ્થા વર્ષ 2019થી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત થઇ?છે જેમાં
50 ટકા લોકભાગીદારીથી ગામના તળાવો ઊંડા કરવા, ગૌચર જમીનમાં ગાંડા બાવળ કાઢી ઘાસચારાનું
વાવેતર કરવું, વૃક્ષારોપણને વેગ આપવો વગેરે જેવા કાર્યો થઇ રહ્યા છે. પાંચ વર્ષમાં
માંડવી, મુંદરા, અબડાસા, નખત્રાણા તાલુકાના સાઇઠ?જેટલા ગામોમાં સંસ્થા દ્વારા કાર્યો
થઇ ચૂક્યા છે. જિલ્લાના દરેક ગામને પાણી અને ઘાસચારામાં સ્વનિર્ભર બનાવવાની નેમ છે.
ટ્રસ્ટી ગિરીશભાઇ?શાહ, ગિરીશભાઇ સત્રા સહિત સમગ્ર ટીમ કચ્છ માટે ચિંતા સેવી રહી છે.
વર્ષ 2019માં આ કામની શરૂઆત કરી અને ગામના સરપંચોને મળી લોકભાગીદારીથી કામ કરવાનું
કહેતાં લોકો કહેતા, અમારા ગામમાં પૈસા કોણ આપશે, કેવી રીતે કામ થઇ?શકશે, પણ હવે આવા
કાર્યો જોઇને ગામડાઓ જાગૃત બન્યા છે. હાલમાં અમારા પાસે 10 ગામ આ કાર્ય માટે પ્રતિક્ષામાં
ચાલે છે. સંસ્થા દ્વારા દિવાળી બાદ તળાવોના કામો, ગૌચર સુધારણા જેવા કાર્યોની શરૂઆત
કરી દેવાઇ?છે અને ચાલુ વર્ષે વરસાદ સારો પડતાં સંસ્થા દ્વારા જે ગામડામાં કામ થયા છે
તે તમામ ગામોના તળાવો છલકાઇ ગયા છે. આવનારા સમયમાં કચ્છમાં કેવી રીતે સેવાકીય પ્રવૃત્તિ
કરશો તે બાબતે પૂછતાં શ્રી શાહે જણાવ્યું કે, કચ્છ માટે પાણીનો પ્રશ્ન હલ થઇ જાય, આ
જિલ્લો નંદનવન બને, ગૌચર જમીનનો વિકાસ થાય, તેના ઉપર દબાણ થયેલ છે તે લોકો સ્વેચ્છાએ
હટાવે અને તેમાં ઘાસચારાની વાવણી કરાય તેવા પ્રયાસો થશે. મુંદરા તાલુકાના મોખા ગામે
બધા તળાવો બની ગયા છે, તમામ ગૌચરની સફાઇ?થઇ ગઇ?છે અને 1700 વૃક્ષનું વાવેતર કરાયું
છે, જેથી આ ગામ મોડલ ગામ બનવા તરફ?પ્રયાણ કર્યું છે. માંડવી તાલુકાના કાઠડાના પૂર્વ
સરપંચ ભારૂભાઇ ગઢવીના કાર્યની નોંધ લેતાં કહ્યું હતું કે, સંભવત: જળસંગ્રહ માટે સૌથી
વધુ કાર્ય કરનાર કાઠડા ગામ હશે. આ સંસ્થા મુંબઇમાં ગરીબ લોકોને વિનામૂલ્યે ભોજન માટે
ભોજન રથ, પાંજરાપોળ, ગૌશાળા અને બિમાર થતી ગાયો માટે 11 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ભારૂભાઇ
ગઢવીએ આ સંસ્થાની સેવા અંગે જણાવ્યું હતું કે, કચ્છના પ્રાણપ્રશ્ન પાણી અને ગૌચર સુધારણા
માટે કાર્યરત આ સંસ્થા આશીર્વાદરૂપ છે.