• શનિવાર, 05 જુલાઈ, 2025

મનફરાની સીમમાં ગેરકાયદે રેતીચોરીનો પર્દાફાશ કરાયો

ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના મનફરાની સીમમાં ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન અને વહન કરતા રૂા. એક કરોડનાં સાધનો ખાણ ખનિજ વિભાગે પકડી પાડયા હતા. વાગડ પંથકમાં છેલ્લા લાંબા સમયથી જુદા-જુદા ખનિજોનું ખનન અને પરિવહન થઈ રહ્યું છે. આ પંથકમાં આખેઆખા પટ્ટા ખનિજ માફિયાઓ ચાવી ગયા છે તેવામાં ભચાઉ તાલુકાના મનફરા ગામની સીમમાં પૂર્વ કચ્છ  ખાણ ખનિજ વિભાગે આજે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા એસ્કેવેટર તથા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. એક કરોડનો મુદ્દાામાલ જપ્ત કરવાના આ બનાવમાં કસૂરદારો સામે ખાણ ખનિજ વિભાગે ગુજરાત મિનરલ્સ 2017ના નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે.   

Panchang

dd