ગાંધીધામ, તા. 4 : ભચાઉ તાલુકાના આંબરડી નજીક એક વાડીમાં ઝાડ નીચે
જુગાર રમતા છ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 54,500 જપ્ત કર્યા હતા. ભચાઉના આંબરડીથી લુણવા જતા માર્ગ ઉપર જેરામ રણછોડ પટેલની વાડીમાં
પોલીસે છાપો માર્યો હતો. આ વાડીમાં આવેલા ઝાડ નીચે અમુક શખ્સો ગંજીપાના ટીંચી રહ્યા હતા, તેવામાં આવેલી પોલીસે જેરામ રણછોડ પટેલ (રહે.
આંબરડી), કિશન ભુરા મકવાણા (રહે. ચોબારી), વિશન સુરેશ જોશી (રહે. સામખિયાળી), રણમલ મેરામણ આહીર (રહે. કડોલ),
આસિફ રમજુ રાયમા (રહે. મોરગર), વાલા ભચા આહીર
(રહે. કડોલ) નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 54,500 જપ્ત કરાયા હતા. કોઇ પાસેથી
વાહનો કે મોબાઇલ ન મળતાં આશ્ચર્ય સાથે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.