• શનિવાર, 05 જુલાઈ, 2025

એરંડાના પાકથી ખેડૂતો તથા વેપારીઓ ખુશ, મજૂરો નારાજ

કોટડા (ચ.), તા. 4 : એરંડાની ખેતી - આ ઉનાળુ પાકે ખેડૂતોને ખુશ કરી દીધા હોવાથી ભુજ, મુંદરા તથા અંજાર તાલુકાઓમાં મોટાપાયે વાવેતર બાદ હાલે ખેડૂતો એરંડાનો પાક વેપારીઓને વેચે છે. ખેડૂતો-વેપારીઓ ખુશ છે, પણ  ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તોલમાપની મજૂરી કરતા શ્રમજીવીઓ - ખેતમજૂરો તેમને મળતી મહેનત રૂપી મજૂરીથી નાખુશ છે. મજૂરોમાં કચવાટ જોવા મળ્યો હતો. કચ્છમાં થોડા સમયથી ફળફળાદિ બાગાયતી પાકો સાથે એરંડા, મગફળી, કપાસ તેમજ જીરું, ધાણા સહિતના પાકોનું વાવેતર સિઝન મુજબ મોટાપાયે ભૂગર્ભ જળ આધારિત ખેતી થાય છે. આ વરસે અન્ય ખેતી પાકો ઉપરાંત એરંડાની ખેતી મોટાપાયે થઇ છે. તેના ભાવ પણ સારા છે. ત્રણ તાલુકા તેમજ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પેદાશોની લે-વેંચ કરતાં ખેડૂત વેપારી અગ્રણી નારાણભાઇ મહેશ્વરી, નીલેશ બળિયા, ભરત ઠક્કર વગેરે વેપારીઓ હાલે એરંડાનો વેપાર કરવામાં વ્યસ્ત છે. એરંડાનો 40 કિલોનો સરેરાશ ભાવ 2600થી 2650 આસપાસ છે. એરંડાનું વાવેતર સાત-આઠ મહિનામાં ત્રણથી ચાર વખત એરંડા ઉતારે તેમ કાંટા મેનેજર ફૈજાન ચાકી તેમજ માયાભાઇ મહેશ્વરીએ કહ્યું હતું. હાલે વનવગડાઓમાં વાડીઓ ધરાવતા ખેડૂતોની વાડીઓમાં એરંડાની લે-વેંચ વેપારી ખેડૂતો કરતા જોવા  મળે છે, પણ ખેતપેદાશોના તોલમાપ અને હેરાફેરી વાહનો દ્વારા કરતા શ્રમજીવી મજૂરો તેમને વેપારીઓ આપે છે તેનાથી નાખુશ છે. કામદાર (મજૂરો)ની ચાર-પાંચ ગેંગ છે. ગેંગદીઠ છ-સાત મજૂરો હોય છે તેના અગ્રણી શામજી એ. મહેશ્વરી, રણમલ વીરાભાઇએ કહ્યું છે. એરંડાની મોટેપાયે ખેતી કરતા ખેડૂતો સરપંચ ખેડુ ગેલુભા જાડેજા (રેહા), મનસુખભાઇ માકાણી- સરપંચ (કોટડા), ખેડૂત અગ્રણી મોટા બંદરાના જીતુભા જાડેજા સાથે નારાણભાઇ મહેશ્વરી કહે છે, હમણા એરંડાની ખેતપેદાશ ખેડૂતોને ખુશ કરી દીધા છે. 

Panchang

dd