• રવિવાર, 06 જુલાઈ, 2025

ખાતેદારો વચ્ચે માધ્યમ બની સેવા આપવી એ સરાહનીય

ખાવડા, તા. 4 : ખાવડા ખાતે બેંક ઓફ બરોડાના સબસ્ટાફ તરીકે નિવૃત્ત થઈ રહેલા વસંતભાઇ સુંદરજી જોશીનો વિદાય સમારંભ બેંક ઓફ બરોડા ખાતે યોજાયો હતો. ખાવડા સહિત પચ્છમના વિવિધ ગામોના અગ્રણીઓ હાજર રહ્યા હતા.  દેના બેન્કના નિવૃત્ત કર્મચારી એસોસીએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહાજનના અને વિકાસ સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદેએ વસંતભાઇની કામગીરી આજની હાજરીની સંખ્યા પરથી દેખાય છે, અધિકારીઓ અને સ્થાનિક ખાતેદારો વચ્ચે માધ્યમ બનીને જે સેવાઓ આપી છે તે સરાહનીય છે, તો  યુનિયનના કિરીટ મહેતાએ પોતે ઘણા વિદાય કાર્યક્રમોમાં કચ્છમાં ગયા હોવાનું જણાવી આવું સન્માન ક્યાંય થયું ન હોવાનું જણાવ્યું હતું. યુનિયનના  જી. જે.  રૂપારેલ, એસ. કે. ક્ષત્રિય, દિનેશ પરમાર જે પૈકી આ શાખામાં વર્ષો પૂર્વે સેવાઓ આપી રહ્યા છે તેમણે પણ પોતાના સ્મરણો રજૂ કરીને વસંતભાઈની કામગીરીને બિરદાવી હતી. શાખાના મેનેજરે લોકચાહના મેળવી હોવાનું જણાવ્યું હતું. અગ્રણીઓએ સન્માન કર્યું હતું. ગનીભાઈ સમા ઉપરાંત મીરમામદ સમાએ પણ તેમની સેવાઓની પ્રશંસા કરી હતી. સંચાલન કરતાં અગ્રણી ઉંમર સમાએ પણ સ્વાનુભાવનું વર્ણન કર્યું હતું. નિવૃત્ત થઈ રહેલા વસંત જોશીએ  સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. રતડિયા સરપંચ જુમાભાઇ અલીમામદ, જામોતર રાયબજી રાયધરજીતુગાના સિધિક તેજમાલ, દેઢિયાના અબ્દુલ્લા હાસમ, ધોરાવરના ભીલાલ ઓસમાણ, ઘની હાજી, લુડિયાના હાફી જૂલ્લા નોડે, રબવીરીના અલાના હમીર, મેઘપરના દેવાભાઈ હીરાભાઈ, ભુલાભાઈ  સુરાભાઈ, કુરનના ખેતાજી સોઢા, સારસ્વતમ  હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તનરાજાસિંહ વાઘેલા, ખાવડાના વેપારી ભરતભાઈ રાજદે, પ્રેમજી ગોપાલજી ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.   

Panchang

dd