બેંગ્લુરુ, તા. 4 : દેશની પહેલી આંતરરાષ્ટ્રીય
ભાલા ફેંક સ્પર્ધા નિરજ ચોપરા કલાસિક-202પ શનિવારે અહીંના શ્રી કાંતિરવા સ્ટેડિયમ પર રમાશે. આ સ્પર્ધામાં
ખુદ નિરજ સહિતના વિશ્વના ટોચના ભાલા ફેંક ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. સ્પર્ધાનો પ્રારંભ
શનિવારે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. 12 ખેલાડીની આ ઇન્ટરનેશનલ ભાલાફેંક
ટૂર્નામાં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા નિરજ ચોપરાની પ્રતિષ્ઠા
દાવ પર હશે. આ સ્પર્ધાનું જીવંત પ્રસારણ જિયો-હોટસ્ટાર પર થશે. નિરજ ચોપરા કલાસિક ઇન્ટરનેશનલ
જ્વેલિયન થ્રો મીટમાં જર્મનીનો 2016નો ઓલિમ્પિક
ચેમ્પિયન એથ્લેટ થોમસ રોહલર, કેન્યાનો
પૂર્વ વિશ્વ વિજેતા યેગો, યૂએસએનો કર્ટિસ થોમ્પસન, ઝેક ગણરાજ્યનો માર્ટિન કોનેકની, બ્રાઝિલનો ખેલાડી લુઇજ
મોરિસિયો દા સિલ્વા, શ્રીલંકાનો રૂમેશ પથિરેજ, પોલેન્ડનો સાઇપ્રિયન મિર્જિગ્લેડ ભાગ લઇ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ તરીકે આ
સ્પર્ધામાં નિરજ ચોપરા, સચિન યાદવ, સાહિલ
સિલવાલ અને યશવીરસિંહ હિસ્સો બનશે.