ગાંધીધામ, તા. 4 : કચ્છ આહીર સમાજના ગુરુગાદી
ગણાતા ભારાપર સ્થિત હાજલદાદા સ્થાનકના મહંત
ગુરુ દેવજી રાજા બ્રહ્મલીન થતાં સમગ્ર ભાવિકોમાં
શોકની લાગણી વ્યાપી હતી. આ સમાચાર મળતાં કચ્છભરમાંથી
મોટી સંખ્યામાં આસ્થાળુઓ તેમનાં દર્શન માટે
આવી પહોંચ્યા હતા. આજે બપોરે ગુરુ દેવજી રાજાના અંતિમ દર્શન માટે કચ્છભરમાંથી
આહીર સમાજના લોકો, રાજકીય અગ્રણીઓ સહિતના આવી પહોંચ્યા હતા. તેમની પાલખીયાત્રા
નીકળી હતી. આસ્થાના પ્રતીક સંત હાજલ દાદા જગ્યાના મંદિરમાં ગુરુ દેવજી રાજાને સમાધિ
આપવામાં આવી હતી. આ વેળાએ કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયતના
પ્રમુખ જનકાસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,
અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઇ આહીર, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહીર, અગ્રણી શામજીભાઈ કાનગડ, ભાવેશભાઈ ચાવડા, બાબુભાઈ ભીમાભાઇ હુંબલ, દેવજીભાઈ ભીમજીભાઈ ડાંગર, શામજી ખાટારિયા, અરજણભાઇ કાનગડ,
વી.કે. હુંબલ, ઘેલાભાઈ ચાવડા, મૂળજીભાઈ રામજીભાઈ
મ્યાત્રા, વાસાભાઈ નારાણભાઈ ચૈયા, મેઘજી
રણધીરભાઈ ઝરૂ, શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રા, ભુવડ વઈના પ્રમુખ રાધુભાઈ રાજાભાઈ ડાંગર, વાઘુરા વઈના
પ્રમુખ ચેતનભાઈ ચાવડા, પદ્ધર વઈના પ્રમુખ ધનજીભાઈ ચાવડ,
પડાણા વઈના પ્રમુખ ધમાભાઈ ડાંગર, ટપ્પર વઈના પ્રમુખ
શામજીભાઇ હુંબલ, શિવજીભાઈ બરારિયા, નવીનભાઇ
ઝરૂ, ધનજીભાઈ હુંબલ, અરજણભાઇ આગરિયા સહિતના
અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો હતો. ભારાપર જાગીરના લઘુ મહંત ભરત દાદા અને અન્ય સંતગણ સમાધિ
આપવાની ધાર્મિકવિધિમાં જોડાયા હતા. બ્રહ્મલીન થયેલા ગુરુદેવજી રાજાનું કચ્છ આહીર સમાજના
વિકાસમાં ખૂબ સારું યોગદાન રહ્યું હતું અને તેઓ હંમેશાં સમાજના વિકાસ માટે ચિંતિત રહેતા
હતા. ભૂતકાળમાં તેમણે ભારાપર જાગીરના વિકાસ માટે કચ્છ પરના વિવિધ ગામડાઓનો પ્રવાસ પણ
કર્યો હતો. ભારાપર જાગીર ખાતે ગૌશાળા, અન્નક્ષેત્ર સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હતી.