• શનિવાર, 05 જુલાઈ, 2025

ઈંગ્લેન્ડની વળતી લડત છતાં ભારતે 180 રનની સરસાઈ

બર્મિંગહામ, તા. 4 : આજે બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. પ્રથમ સત્રમાં બે દડામાં બે વિકેટ ખેરવી સિરાજે ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. પરંતુ ત્યારબાદ જેમિ સ્મિથ (184 અણનમ) અને હેરિ બ્રુકે (158) આક્રમક બેટિંગ કરી ભારતીય બોલરોને મચક ન આપી અને 303 રનની મજબૂત ભાગીદારી કરી ઈંગ્લેન્ડને મેચમાં વાપસી કરાવી હતી. અંતિમ સત્રમાં ભારતીય બોલરોએ વાપસી કરી અને ઈંગ્લેન્ડને 407 રન સુધી સિમિત રાખી 180 રનની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી હતી. બીજા દાવમાં દિવસના અંતે ભારતે 1 વિકેટે 64 રન કરતા 244 રનની સરસાઈ મળી છે. યશસ્વી જયસ્વાલ 22 દડામાં 6 ચોગ્ગા સાથે 28 રન કરી આઉટ થયો હતો. જ્યારે રાહુલ (28) અને નાયર (7) રને દાવમાં હતા. ભારતીય તરફથી મોહમ્મદ સિરાજે 6 અને આકાશદીપે 4 વિકેટ ખેરવી હતી.  દિવસની બીજી જ ઓવરમાં સિરાજે આક્રમક બોલિંગ કરી એક જ ઓવરમાં જો રૂટ (22) અને બીજા દડે કપ્તાન સ્ટોક (0)ને આઉટ કરી દેતા ઈંગ્લેન્ડ 84 રનમાં પાંચ વિકેટ ગુમાવી મુશ્કેલીમાં મુકાયું હતું. અગાઉ યુવા બેટર હેરી બ્રુક અને વિકેટકીપર જેમી સ્મિથની આક્રમક સદીના સહારે ઇંગ્લેન્ડે ફોલોઓન ટાળવામાં સફળ રહ્યંy હતું. જો કે ભારતને 180 રનની મોટી સરસાઇ મળી હતી. મોહમ્મદ સિરાજે કાતિલ બોલિંગ કરીને 70 રનમાં 6 વિકેટ ઝડપી હતી. જયારે આકાશ દીપને 4 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેમી સ્મિથ 184 રને નોટઆઉટ રહ્યો હતો. જયારે હેરી બ્રુકે 18 રનની ઇનિંગ્સ રમી હતી. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 368 દડામાં 303 રનની વિક્રમી ભાગીદારી થઇ હતી. બ્રુક આઉટ થવા સાથે ઈંગ્લેન્ડે આખરી પ વિકેટ 20 રનમાં ગુમાવી હતી. આથી તેનો પહેલા દાવ 407 રને સમાપ્ત થયો હતો. લંચ પહેલા ઇંગ્લેન્ડની બેઝબોલ બેટિંગ છવાયેલી રહી હતી. ઉપરાઉપરી બે વિકેટ પછી બ્રુક અને સ્મિથે ભારતીય બોલરો સામે કાઉન્ટર એટેક કર્યું હતું. લંચ સુધીમાં આ બન્નેએ 27 ઓવરમાં પ્રતિ ઓવર 6.37ની સરેરાશથી 172 રન ફટકારી ઇંગ્લેન્ડને મુશ્કેલીમાંથી બહાર લાવી દીધું હતું. સ્મિથે લંચે પહેલા જ તેની સદી 80 દડામાં પૂરી કરી હતી. અંતમાં સ્મિથ 207 દડામાં 21 ચોગ્ગા-4 છગ્ગાથી 184 રને અણનમ રહ્યો હતો. આ પહેલા આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે તેનો દાવ 3 વિકેટે 77 રનથી આગળ વધાર્યો હતો. દિવસની બીજી ઓવરમાં જ સિરાજ ત્રાટકયો હતો. તેણે ઉપરાઉપરી બે દડામાં રૂટ (22) અને ઇંગ્લેન્ડના કપ્તાન સ્ટોકસના શિકાર કર્યાં હતા. આથી ઇંગ્લેન્ડના પ વિકેટે 84 રન પર આવી ગયું હતું અને તેના પર ફોલઓનનો ખતરો હતો. આ પછી બ્રુક અને સ્મિથે ભારતીય બોલરો પર હલ્લાબોલ કરી ધૂંઆધાર બેટિંગ કરી હતી. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 303 રનની ભાગીદારી થઇ હતી. ચાના સમય પછી બ્રુક 234 દડામાં 17 ચોગ્ગા-1 છગ્ગાથી 18 રને આકાશદીપના દડામાં બોલ્ડ થયો હતો. આ પછી ઇંગ્લેન્ડની ટીમનો રકાસ થયો હતો અને 89.3 ઓવરમાં 407 રને ઓલઆઉટ થઇ હતી. - ઇંગ્લેન્ડના 6 ખેલાડી શૂન્ય રનમાં આઉટ : ઇંગ્લેન્ડના 6 ખેલાડી બેન ડકેટ, ઓલિ પોપ, બેન સ્ટોકસ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશિર ઝીરોમાં આઉટ થયા હતા. આમ છતાં ઇંગ્લેન્ડની ટીમ 400 ઉપરના સ્કોર સુધી પહોંચી હતી. જે એક નવો રેકોર્ડ છે. 

Panchang

dd