• શનિવાર, 27 જુલાઈ, 2024

વીડીમાં થયેલી ચોરીનો આંક વધ્યો : પોલીસે સાત શખ્સને પકડી પાડયા

ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના વીડી નજીક અગાઉ?થયેલી ચોરીના પ્રકરણમાં અહીંથી વધુ રકમના સામાનની ચોરી થઇ?હોવાનું બહાર આવતાં આ અંગે?રૂા. 2,03,150ની વધુ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. દરમ્યાન, પોલીસે સાત શખ્સની અટક કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંજારમાં રહેતા શાંતિલાલ અરજણ બાંભણિયા (સોરઠિયા)ની કંપનીને વાડી ખાતે પાણીનું સમ્પ તથા ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ મળ્યું હતું પરંતુ દિવાળીના સમયે શ્રમિકો ન હોવાથી કામ બંધ રહ્યું હતું. દરમ્યાન, અહીંથી અમુક શખ્સ છકડો ભરીને પ્લેટો વગેરેની ચોરી કરી ગયા હોવાનું ચોકીદારે જણાવતાં ફરિયાદીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અહીં કામ પૂર્ણ થતાં અને ફરીથી માલની ગણતરી કરાતાં અહીંથી રૂા. 2,03,150ની પ્લેટો, પાઇપની ચોરી થઇ?હોવાનું બહાર આવ્યું હતું. અગાઉનો બનાવ પોલીસ ચોપડે ચડયા બાદ અહીં ચોકી કરતા યશ નિખિલ દીક્ષિત અને દુષ્યંત યુવરાજસિંહ ગોહિલ નામના શખ્સ ફરાર થઇ?ગયા હતા. અહીંથી વધુનો માલ ગયો હોવાનું જણાવવા ફરિયાદી પોલીસ મથકે જતાં પોલીસે અમુક શખ્સને પકડી પાડયા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હેમરાજ માવજી દેવીપૂજક, સાહિલ ગની સમેજા, સમીર અનવર ખેબર, સિકંદર ઉર્ફે ભવલો હસનખાન પઠાણ, સાદિક રજાક કુરેશી, અકબર જુસબ કલર તથા મહેબૂબ હારૂન કુરેશીને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલ 120 પ્લેટ, 153 લોખંડના પાઇપ તથા છોટા હાથી છકડો, ચાર મોબાઇલ વગેરે થઇને કુલ રૂા. 4,25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ નાસી ગયેલા ચોકીદાર યશ દીક્ષિત અને દુષ્યંત ગોહિલને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang