• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

મુંદરા કસ્ટોડિયલ ડેથ : સી.સી.ટી.વી. ફૂટેજ માગણીનો મામલો અંતે પૂર્ણ

ભુજ, તા. 17 : મહત્ત્વના અને પરિણામલક્ષી તબક્કે પહોંચેલા મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસની સુનાવણી છેલ્લા છ મહિનાથી આગળ વધતી અટકાવી દેનારા સી.સી.ટી.વી. ફૂટેજ મળવાનો મામલો હવે પૂર્ણ થયો છે. આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજી પરત ખેંચી લેવાતાં કેસના વિઘ્નકર્તા પરિબળનો અંત આવ્યો છે. તા. 12/1/2021થી તા. 19/1/2021 દરમ્યાનના પોલીસ મથકના સી.સી.ટી.વી. ફૂટેજ મેળવવાના મુદ્દે માગણી કરાયા બાદ લાંબા સમયથી કાનૂની જંગ ચાલતો હતો. જિલ્લા અને હાઇકોર્ટે આ માગણી અગાઉ નામંજૂર કરાયા બાદ સુપ્રીમ કોર્ટમાં થયેલી આ માટેની ખાસ પિટિશન પણ અરજદાર શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલે પરત ખેંચી લેતાં સી.સી.ટી.વી. ફૂટેજ મામલાનો અંત આવ્યો છે. આ અંગેની સુનાવણીમાં ગુજરાત સરકાર વતી ખાસ નિયુક્ત ધારાશાત્રી રાજકોટના અનિલભાઇ આર. દેસાઇ તથા ફરિયાદ પક્ષ વતી અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી અને એસ.કે. ગઢવી રહ્યા હતા. 

Panchang

dd