• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

નલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતનો સિલસિલો : બીજા દિવસે એસ.ટી. બસ ટકરાઈ

નલિયા, તા. 17 : નલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતોની વણઝાર યથાવત્ રહી છે. સોમવારે ઊભેલી ટ્રક પાછળ ખાનગી મિની બસ ભટકાતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતગ્રસ્ત ખાનગી બસ હજુ માર્ગ પર જ હતી, ત્યાં આજે મંગળવારે સવારે નલિયા-ધંધુકા રૂટની એસ.ટી. બસ તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એસ.ટી. બસનો આગળનો કાચ ફૂટી ગયો હતો અને નુકસાન થયું હતું. જો કે, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એક જ સ્થળે સતત બીજા દિવસે અકસ્માત સર્જાતાં વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવવાની માંગ ઊઠી છે. 

Panchang

dd