ભુજ, તા. 17 : અબડાસાના સુથરીની સીમમાં રસ્તા
પર ચોરીની શંકામાં મારામારી કરવામાં આવી હતી, જ્યારે ભુજ તાલુકાના ગંઢેરમાં નજીવી બાબતે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.
ગત તા. 15/2ના રાતના આ બનાવ અંગે કોઠારા
પોલીસ મથકે ફરિયાદી અબ્બાસ અભુભખર સોઢાએ લખાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી મામદ હનીફ અભુભખર
સુમરા, મામદ હનીફનો દીકરો, અબ્દુલ
મજીદ અભુભખર સુમરા અને અબ્દુલ મજીદનો દીકરો આ તમામ આરોપીઓએ ભેગા મળી ફરિયાદીને રોકી
ચોરી કરવાનો શક રાખી કુહાડીના હાથા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. અબ્દુલ જુમા સોઢાને
કુહાડી લાગતાં માથામાં બે ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત ગંઢેરના બનાવ અંગે પદ્ધર પોલીસમાં
ફરિયાદી મુસ્તાક રમજુ મુસા ચંગલે નોંધાવેલી વિગત મુજબ તે તથા તેના કાકા દૂધ લઈને ઘરે
જતા હતા, ત્યારે વથાણ ચોકમાં કાકાના દીકરાને આરોપીએ ગાળ આપતાં
ફરિયાદીએ ગાળ બોલવાની ના પાડતાં તે બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓ સમીર કાસમ કકલ,
અરજાન જાનમામદ મીંઢા, જાનમામદ જુસા મીંઢા અને રજાક
ઓસમાણ કોરેજાએ છરી વડે હુમલો કરી ફરિયાદી અને સાહેદ રોશનબેનને ઈજાઓ પહોંચાડી હતી.