પલ્લેકલે, તા. 17 : ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેની
નિર્ણાયક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. ગયો હતો.
આથી 2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
ટી-20 વર્લ્ડ કપ-2026માંથી બહાર થઇ ગઇ છે. ગત વિશ્વકપમાં
વિજય મેળવીને ઘમંડમાં ચૂર કાંગારૂ ખેલાડી મીચેલ સ્ટ્રાક ટ્રોફી પગની નીચે રાખીને શેખી
મારી હતી પરંતુ આ વખતે તેનું અભિમાન ચકનાચૂર થઈ ગયું છે. બીજી તરફ ગત વર્લ્ડ કપમાં
કવોલીફાય ન થનાર ઝિમ્બાબ્વે ટીમ આ વખતે સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાની સાથોસાથ આયરલેન્ડ ટીમ પણ
વર્લ્ડ કપમાંથી બહાર થઇ છે. ગ્રુપ બીમાંથી શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ થયો છે. આજની મેચ વરસાદને
લીધે એક પણ દડો ફેંકાયા વિના રદ જાહેર કરાઈ હતી. આથી ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ ટીમને
1-1 પોઇન્ટ મળ્યા હતા. ઝિમ્બાબ્વે ટીમ 3 મેચમાં પ અંક સાથે સુપર-8માં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના 3 મેચમાં ફકત 2 અંક જ છે. આથી તેના માટે હવે સુપર-8 રાઉન્ડના દ્વાર બંધ થઇ ગયા છે. અંતિમ ગ્રુપ
મેચમાં ઓમાન સામેની જીતથી પણ તેના અંકનો સરવાળો 4 પર અટકી જશે. ઓમાન ટીમ પહેલેથી જ બહાર થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાને
સોમવારની મેચમાં શ્રીલંકા સામેની હાર ભારે પડી છે. જયારે ઝિમ્બાબ્વે સામે તે ઉલટફેરનો
શિકાર બની હતી.