નવી દિલ્હી, તા.17 : ભારતના સુનિલ
ગાવસ્કર અને કપિલ દેવ સહિતના 14 ઇન્ટરનેશનલ
ટીમના પૂર્વ કપ્તાનોએ પાકિસ્તાન સરકારને ઇમરાન ખાનની શારીરિક અને માનસિક સંભાળ યોગ્ય
રીતે કરવા માટે અપીલ કરી છે. ઇમરાન ખાનની સારસંભાળ માટે પાક. સરકારને અપીલ કરનારો કપ્તાનોમાં
સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, માઇકલ આર્થટન, એલેન બોર્ડર, માઇક
બ્રિયરલી, ઇયાન ચેપલ, બેલિંડા કલાર્ક,
ડેવિડ ગોવર, કિમ હ્યુજસ, નાસિર હુસેન, કલાઇવ લોઇડ, સ્ટિવ
વો અને જહોન રાઇટ સામેલ છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પાક.ના પૂર્વ પીએમ અને તેમના
સમયના મહાન ક્રિકેટર પૈકિના એક ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં બંધ છે. તેમને યોગ્ય તબીબી
સારવાર મળતી ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેમને અંધાપો આવી ગયાના પણ રિપોર્ટ છે. ઇમરાન
ખાનની કપ્તાનીમાં પાકિસ્તાની ટીમ 1992માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.