• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

વરસામેડીમાં મહિલા સાથે બદકામ અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલી એક સોસાયટીમાં મહિલાને પીણામાં કઈંક પીવડાવી બેભાન કરી તેમના ફોટા પાડી લીધા બાદ શખ્સે વારંવાર બદકામ કર્યું હતું. અગાઉ બનેલા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. વરસામેડીમાં આવેલી એક સોસાયટીમાં ગત તા.16/8થી 16/10 દરમ્યાન આ બનાવ બન્યો હતો. અહીં એક મહિલા એકલાં રહે છે, ત્યારે આરોપી અયાઝ પઠાણ નામનો શખ્સ મહિલા સાથે રહેવા આવ્યો હતો. આ આરોપીએ મહિલાને પીણાંમાં કાંઈ નાખી પીવડાવી બેભાન કરી હતી, બાદમાં તેના નગ્ન ફોટા પાડી તે વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર બદકામ કર્યું હતું. બાદમાં અયાઝ, હાજી, સબાના પઠાણ અને પૃથ્વીરાજ ઉર્ફે સોનુ પુરબિયા નામના શખ્સે મળી આ મહિલાને ધાકધમકી કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Panchang

dd