નવી દિલ્હી, તા. 17 : ભારતની વિશ્વ
કપ વિજેતા મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને તેના શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે.
બીબીસીએ સ્મૃતિ મંધાનાની `ઇન્ડિયન સ્પોર્ટ્સ
વુમન ઓફ ધ યર-202પ' તરીકે પસંદગી કરી છે. 29 વર્ષીય સ્મૃતિ મંધાનાએ વન ડે વર્લ્ડ કપમાં 434 રન કર્યાં હતા. તેના યોગદાનથી
ભારતીય મહિલા ટીમ વિશ્વ વિજેતા બની હતી. વર્ષ 202પમાં સ્મૃતિએ ટી-20 અને વન ડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. બીબીસીના આ પ્રતિષ્ઠિત એવોર્ડની રેસમાં ભારતીય ટીમની
કપ્તાન હરમનપ્રિત કૌર, ચેસ વિશ્વ
વિજેતા દિવ્યા દેશમુખ, શૂટર સુરૂચિ સિંહ અને હર્ડલર જ્યોતિ યારાજી
સામેલ હતી. 20 વર્ષીય દિવ્યા
દેશમુખની બીબીસી દ્રારા વર્ષ 202પની ઇમર્જિંગ
પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદગી થઇ છે. પ્રીતિ પાલને 202પના વર્લ્ડ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતવા
માટે પેરા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર ઓવર્ડ મળશે.