• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

તારીકને ભારત આવવા મોદીનું આમંત્રણ

નવી દિલ્હી, તા. 17 : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બાંગલાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારીક રહેમાન સાથે મુલાકાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિનંદન પત્ર સોંપ્યો હતો. ભારત તરફથી દોસ્તીનો હાથ લંબાવવાની ચેષ્ટારૂપે તારીકને જલ્દી દિલ્હી આવવાનું આમંત્રણ પણ મોદીના પત્ર મારફતે બિરલા તરફથી અપાયું હતું. બાંગલાદેશી વડાપ્રધાન સાથે સાર્થક બેઠક થઇ, તેવી નોંધ `એક્સ' પર કરતાં લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, મેં ભારતની જનતા તરફથી પણ હાર્દિક વધામણી આપી. બિરલા સાથે ભારતના વિદેશસચિવ વિક્રમ મિસરી પણ તારીકના શપથમાં સામેલ થયા હતા. લોકસભા અધ્યક્ષે માલદીવના રાષ્ટ્રપતિ, ભુતાનના વડાપ્રધાન સહિત અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. 

Panchang

dd