• બુધવાર, 22 મે, 2024

મેઘપર (બો.)માં છઠ્ઠપૂજા વખતે વીજ આંચકો કિશોરને ભરખી ગયો

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં છઠ્ઠપૂજા વખતે ખુલ્લા વીજ વાયરને અડી જતાં કૃણાલસિંઘ પપ્પુસિંઘ (ઉ.વ. 16) નામના કિશોરનું મોત થયું હતું. બીજીબાજુ મેઘપર કુંભારડીના નિર્મળનગરમાં શિવાની ગિરજાશંકર ગૌતમ (ઉ.વ. 16)એ ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મેઘપર બોરીચીમાં આવેલા ચિત્રગુપ્ત મંદિરમાં ગઇકાલે સાંજે અને આજે સવારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે અહીંના ઓમસાંઇ નગરમાં રહેનાર કૃણાલસિંઘ પણ ત્યાં ગયો હતો. મંડપ સાથે વીજ વાયર હતો ત્યારે આ કિશોર આ વાયરને અડી જતાં તેને વીજ શોક લાગ્યો હતો. આ કિશોરને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવથી ભારે શોક પ્રસર્યો હતો. બીજીબાજુ મેઘપર કુંભારડીમાં મંગલેશ્વર મંદિરની સામે નિર્મળનગર વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર શિવાની નામની કિશોરી ગઇકાલે સાંજે પોતાના ઘરે હતી ત્યારે તેણે અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang