• રવિવાર, 15 માર્ચ, 2026

ગાંધીધામના વેપારીને વડોદરાની પેઢીએ લાકડા મગાવી 37 લાખનો ચૂનો ચોપડયો

ગાંધીધામ, તા. 14 : ટિમ્બર ઉદ્યોગ સાથે જોડાયેલા ગાંધીધામના વેપારીને વડોદરાની વેપારી પેઢીને લાકડા મગાવી નાણાં ન આપી રૂા. 37 લાખનો ચૂનો ચોપડયો હોવાનો મામલો પોલીસ દફ્તરે નોંધાયો હતો. ચુડવામાં એમ.એસ. વીર ઈન્ટરનેશનલ નામથી લાકડા ટિમ્બર સંલગ્ન વેપાર કરતા ગૌરવ મદનલાલ જૈને વિષ્ણુ ટિમ્બર માર્ટના માલિક  અમરતભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. છેતરપિંડીનો આ બનાવ ગત તા. 1/10/2024થી તા. 14/03/2026ના અરસામાં બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીની કંપની દ્વારા વિદેશથી મગાવીને 7000 ક્યુબિક લાકડાનો જથ્થો વડોદરાના વિષ્ણુ ટિમ્બર માર્ટ તથા વિષ્ણુ ઈન્ડસ્ટ્રીઝને અલગ-અલગ સમયે આપ્યો હતો. મોકલેલ માલ  કિંમત રૂા. 38,00,455માંથી આરોપીએ રૂા. એક લાખ આપ્યા હતા. વારંવાર માગણી બાદ પણ આરોપી ફોન ઉપાડવાનું બંધ કરી   બાકી નીકળતા રૂા. 37,00,455 ન આપી  છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd