• રવિવાર, 15 માર્ચ, 2026

હનુમંત કથાના વક્તાનું માધાપરમાં સ્વાગત

માધાપર, તા. 14 : સારંગપુરધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંત તેમજ હનુમંત કથાના વક્તા હરિપ્રકાશદાસજી સ્વામી અહીંના પાટ હનુમાનજી મંદિરે આશીર્વચન આપવા માટે આવ્યા હતા, મંદિર સંકુલમાં કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. સ્વામીજી હરિપ્રકાશદાસજી અને પૂજારી કમલેશભાઈ દ્વારા હનુમાનજીની આરતી કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, સ્વાગત પ્રવીણભાઈ ખોખાણી દ્વારા કરવામાં આવ્યું  હતું. પાટ હનુમાનજી મંદિરના ટ્રસ્ટી નારણભાઈ વાગડિયા, પ્રવીણભાઈ વરસાણી તેમજ નારણભાઈ હીરાણી, વિનોદ પિંડોળિયા, ધીરજ જોશી, દર્શન જોશી, શિવજીભાઈ મોઢ, નીતિન ઠક્કર, પ્રજ્ઞેશભાઈ જોષી, શ્રી પરમાર, મુલચંદ પિંડોળિયાસંદીપ ખોખાણીઅર્જુન ભુડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, ગાયત્રી પરિવાર વતી શિવજીભાઈ, રમેશભાઈ કારા અને ગરવા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રામજીભાઈ ગોરસિયા, વિનોદભાઈ સોલંકી, મોક્ષરથના દાતા જેરામભાઈ માધાપરિયા, એમ્બ્યુલન્સના દાતા ખીમજીભાઇ હાલાઈ તેમજ નવા રૂમના બાંધકામના દાતા કાંતિભાઈ હાલાઈનું સ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  ગ્રામજનોને સ્વામીએ આશીર્વચન આપ્યા હતા, ધોળાવા હનુમાનજીના ટ્રસ્ટી રામજીભાઈ હીરાણી, તળાવ સમિતિના પ્રમુખ હરીશભાઈ હીરાણી, એસવી ઇન્ટરનેશનલ પ્રોડક્શન ટીમના સભ્યો, લેવા પટેલ હોસ્પિટલમાં સેવા આપતા માવજીભાઈ (મુરલીભાઇ), બજરંગ દળના કાર્યકર્તાઓ, મંદિરના કાર્યકર્તાઓ, સભ્યો, ભક્તગણ તથા ગ્રામજનો  હાજર રહ્યા હતા. માધાપર સ્પોર્ટસના સભ્યો માવજીભાઈ ભુડિયાહરિબાપા, ગાવિંદભાઈ ભુડિયા, શાંતાબેન ખોખાણીદમયંતીબેન માધાપરિયા, કાંતાબેન શિયાણી, પ્રેમીલાબેન ભુડિયા, લતાબેન હીરાણી, સંધ્યાબેન રાસ્તે, નીરૂબેન પટેલે સહયોગ આપ્યો હતો. 

Panchang

dd