• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

લોરિયાની વાડીઓમાંથી બોરના વાયરની તસ્કરી

ભુજ, તા. 28 : તાલુકાના લોરિયા સીમની વાડીઓમાંથી રૂા. 73,430ના બોરના વાયરની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે માધાપર પોલીસ મથકે લોરિયાના હનુમાનનગર ખાતે રહેતા ખેડૂત રમેશભાઇ મોહનલાલ ભાનુશાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ લોરિયા ગામની સીમમાં આવેલી તેમની તથા સાહેદની વાડીમાંથી ગત તા. 24/9ના સાંજથી બીજા દિવસ દરમ્યાન બોરની મોટરના અલગ-અલગ એમ.એમ.ના કોપરના વાયરો જેની કિં. રૂા. 73,430ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd