• ગુરુવાર, 18 જૂન, 2026

ગઢશીશા : સરકારી જમીન પર કબજા મુદ્દે `દે ધનાધન'

ભુજ, તા. 17 : ગઢશીશામાં સરકારી જમીન પરનો કબજો ખાલી કરાવ્યા બાદ આરોપીઓ તેના પર કબજો કરવા જતાં `દે ધનાધન' થતાં ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે ગઢશીશા પોલીસ મથકે મકડાના અક્ષયરાજસિંહ ચંદુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે ગઢશીશામાં બજાજ ગોલ્ડ લોન બેન્કની બાજુમાં આવેલી સરકારી જમીન કબજો કરતાં આરોપી ઉમેદ રંગાણી (ગઢશીશા)એ ખાલી કરી દેવા બોલાચાલી કરતાં તેણે કબજો ખાલી કરી દીધો હતો. આ બાદ આ જમીન આરોપીઓએ ફેન્સિંગ કરી કબજો કરતા હોવાથી ફરિયાદીએ તેમ કરવાની ના પાડતાં આરોપીઓએ ગાળાગાળી કરી લોખંડના સળિયા વડે ફરિયાદી તથા સાહેદ અજિતસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા અને લક્કીરાજસિંહને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આરોપીઓ ઉમેદ ઉપરાંત રામજી રંગાણી, રાજુ છાભૈયા અને ઉમેદના પત્ની વિરુદ્ધ નોંધાવી છે. 

Panchang

dd