ભુજ, તા. 17 : હાલ બાળમજૂરી નાબૂદીની ઝુંબેશ
ચાલી રહી છે, ત્યારે ગઈકાલે માધાપર ખાતેથી
એક બાળમજૂરનો કેસ સામે આવ્યા બાદ આજે શ્રમ કચેરીની ટીમે નખત્રાણામાં છાનબીન આદરતાં
ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ પરથી બાળશ્રમિક મળતાં ગુનો દાખલ થયો છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે ભુજની શ્રમ કચેરીના
અધિકારી એમ. એમ. ચૂડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે તેમની ટીમે નખત્રાણામાં છાનબીન
આદરતાં બસ સ્ટેશન પાસે આવેલી ન્યૂ આશાપુરા ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલમાં બાળશ્રમિક મળી
આવતાં તેને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી આરોપી પટ્ટણી પ્રતાપભાઈ પોપટલાલ વિરુદ્ધ બાળમજૂરી
પ્રતિબંધ તળે ગુનો દાખલ કરાવાયો હતો.