• ગુરુવાર, 18 જૂન, 2026

નખત્રાણા તાલુકામાં 61 દબાણકારને નોટિસ પાઠવાઈ

નખત્રાણા, તા. 17 : આ તાલુકામાં સીમતળ, જાહેર માર્ગો, તેમાં સરકારી પડતર જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્રવાહકોએ લાલઆંખ કરતાં ફફડાટ ફેલાયો છે.  દેશલપર (ગું.)થી હાજીપીર જતા માર્ગમાં ઉઠંગડી (અડધા) સુધી વિસ્તારમાં 61 જેટલા દબાણકારને મામલતદાર કચેરી દ્વારા નોટિસો પાઠવવામાં  આવી છે. મામલતદાર આર.કે. પટેલે દબાણ હટાવવાની કાર્યવાહી કરવાના હકારાત્મક સમર્થનમાં જણાવ્યું હતું કે, આ અંગે સંબંધિત ગ્રામ પંચાયતોના તલાટી-મંત્રીઓ મારફતે નોટિસોની બજવણી સામાવાળાઓને કરી તેનો અહેવાલ મામલતદાર કચેરીએ મોકલવા તાકીદ કરાઈ છે. ડાડોર તથા ઝાલુ ગામના સીમાડામાં સરકારી પડતર જમીન જંગલખાતાની જમીન તેમજ ગૌચર જમીન નીમ થયેલ છે, પરંતુ સ્થાનિકે તપાસ કરાતાં ત્યાં કોઈ આવી જમીન મળી આવતી નથી, તેવી રજૂઆત પૂર્વ ઉપસરપંચ બળવંતસિંહ (હઠુભા) હમીરજી જાડેજાએ મામલતદાર કચેરીએ કરી છે.  

Panchang

dd