ગાંધીધામ, તા. 13 : ગાંધીધામમાં જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પાંજરે પૂર્યા હતા. પોલીસ સૂત્રો
પાસેથી મળતી વિગતો મુજબ બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે સુંદરપુરી પાણીના
ટાંકા પાસે શાકભાજી માર્કેટમાં આજે બપોરના
અરસામાં કાર્યવાહી કરી હતી. આરોપીઓ પ્રિતેશ
જયંતીલાલ સાધુ, મહાદેવ રવજીભાઈ રાણા, વિનોદ ખેંગારભાઈ બારોટ, હરેશ તલાજી રાણા ધાણીપાસા વડે જુગાર
રમતા ઝડપાઈ ગયા હતા. પડમાંથી રૂ. 4,650 કબજે કરાયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.