• રવિવાર, 14 જૂન, 2026

ચેક પરતમાં નખત્રાણાના વેપારીને એક વર્ષની સજા

ભુજ, તા. 13 : ચેક પરતના કેસમાં નખત્રાણાના વેપારી ભાવિક દિનેશભાઈ જોશીને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. ભુજના રજની મશીનરી સ્ટોરના પ્રોપરાઈટર જગદીશ વેલજી શાહ પાસેથી નખત્રાણામાં મશીનરીનો વેપાર કરતા અને શ્રી હરિઓમ હાર્ડવેર એન્ડ સેનેટરી વેરના પ્રોપરાઈટર ભાવિન દિનેશભાઈ જોશી અવાર-નવાર ઉધાર તથા રોકડેથી માલ ખરીદ કરતા હતા. છેલ્લે 2024ના ઉધારમાં રૂા. 41,670નો માલ ખરીદ કર્યે હતો. અવાર-નવાર ઉધાર તથા રોકડથી માલ ખરીદતા હતા. છેલ્લે 2024ના ઉધારમાં રૂા. 41,670નો માલ ખરીદ કર્યો હતો જે અંગે આપેલો ચેક પરત ફરતાં ભુજની કોર્ટમાં ફરિયાદીએ કેસ દાખલ કરાવતાં બીજા અધિક જ્યુ. મેજિ.એ  આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ ફરિયાદીને 30 દિવસમાં ચૂકવી આપવી ન ચૂકવે, તો વધુ ત્રણ માસની કેદની હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ તરીકે અમીત એ. ઠક્કર સાથે પ્રશાંત બી. મકવાણા, રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા. 

Panchang

dd