• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ભચાઉમાં પીજીવીસીએલએ બૌતેર વીજ જોડાણો કાપ્યા

ભચાઉ, તા. 9 : ભચાઉ પીજીવીસીએલ દ્વારા વીજાબિલના બાકી વસૂલવા માટે 72 વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. અને 13 ફેબ્રુઆરીના ગ્રામ્ય વિસ્તારમાં લેણા વસૂલવા માટે કાર્યવાહી કરવાના સંકેત તંત્ર એ આપ્યા છે મુખે ઇજનેર એ એસ ચૌધરી અને કાર્યપાલક ઇજનેર જે આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેર જેટી ગોસ્વામી દ્વારા 74 લાખની બાકી રકમ વસૂલવા માટે 72 વીજ જોડાણો કાપ્યા હતા. અને 3300 રૂપિયા રી કનેક્શન ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. હવે તંત્ર દ્વારા 13 ફેબ્રુઆરીએ ગ્રામીણ વિસ્તારમાં બાકી લેણા વસૂલવા માટે કાર્યવાહી કરાશે લોકોએ જોડાણ કાપવાની કાર્યવાહીથી બચવું હોય તો તુરંત વીજબીલની ભરપાઈ કરી દેવા માટે તંત્ર એ જણાવ્યું હતું.

Panchang

dd