• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ રેલ્વે મથકે અંગ્રેજી દારૂ સાથે બે જવાન ઝડપાયા

ગાંધીધામ, તા. 9 : શહેરના રેલ્વે મથક પર બહાર જવાના ગેટ પાસે ગુજરાત રેલ્વે પોલીસે ભારતીય સશત્ર સેનાના બે જવાનોને પકડી પાડયા હતા. આ બન્ને પાસેથી રૂા. 1,17,300ની 83 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. શહેરના રેલ્વે મથકે ગઈકાલે સવારે રેલ્વે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં બે લોકો શંકાસ્પદ જણાતા તેમની પાસે રહેલા ત્રણ થેલાનું સ્કેન કરવાનું કહેતા તેમણે ના પાડી હતી જેથી વધુ શંકા ઉદભવતા આ બંનેને રેલ્વે પોલીસ મથકના પટાંગણમાં લઈ જવાયા હતા. ભારતીય સશત્ર સેનામાં ફરજ બજાવતા મોટા લાયજાના કનૈયા ભીમશી ગઢવી તથા સિરાચાના જગદીશ લખમણ રામાણી પાસે રહેલા ત્રણ થેલાની તપાસ કરવામાં આવી હતી. આ થેલાઓમાંથી બકાર્ડી લીમોન ઓરિજનલ સાઈટ્સ રમ 750 એમ.એલ.ની 14, સિગરામ્સ બ્લેન્ડર પ્રાઈડની 750 એમ.એલ.ની 16, ઓલ્ડ સ્મગલર મેચ્યોર 750 એમ.એલ.ની પાંચ માસ્ટર્સ ઈમ્પિરિયલ 750 મી.લી.ની. એક, સ્મીરનોફ ઓરેન્જની 750 મી.લી.ની બે, ટીચર્સ હાઈલેન્ડની એક, 1965 સ્પિરિટ ઓફ વિકટરીની 20, ઓલ્ડ પોર્ટ ડિલક્સ 750 મી.લી.ની 112, ધ રોકફોર્ડની બે, ઓલ્ડમોંકની 1, ધ ફેમસ વેટ 69ની એક, વ્હીસલર બેરલની 6, બ્લેકડોગની એક, કોન્ટેસા 3 એકસ રમની 6 બોટલ એમ કુલ્લે રૂા. 1,17,300નો શરાબ જપ્ત કરાયો હતો. બંને જવાનો પાસેથી પાસ પરમીટની માંગ કરાતા કનૈયા ગઢવીએ લીવરિપોર્ટ રજૂ કર્યો હતો. પરંતુ તેમાં રજા દરમ્યાન દારૂની બોટલ સાથે રાખવા અંગેનું કોઈ લિકર પ્રમાણપત્ર કે કેરી પરમિટનો ઉલ્લેખ થયેલ ન હતો. બાદમાં જગદીશ રામાણીએ લીવ રિપોર્ટ અને લીકર પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જેમાં વ્હીસ્કી, બ્રાન્ડી અથવા રમની પાંચ બોટલ (યુનિટ) કેરી કરવા મંજૂરી અપાયેલ હતી જે પોલીસે જપ્ત કરેલ દારૂ પૈકી પાંચ બોટલ પરત સોંપી હતી. અને અંગ્રેજી દારૂ કબ્જે કરી બને જવાનોની અટક કરી હતી. સેનાના જવાનો દારૂ સાથે પકડાતા ભારે ચકચાર પ્રસરી હતી.

Panchang

dd