ગાંધીધામ, તા. 9 : રાપર
તાલુકાના ફુલપરા અને ભીમદેવકાની 800 એકર
જમીન વેચાણ કૌભાંડમાં આરોપીઓ આગોતરા જામીન પર મુક્ત થયા હતા. ભીમદેવકાના અરવિંદ હજાભાઈ
કોળીએ ગાગોદર પોલીસ મથકે ગત તા. 25/12/2025ના
ફરિયાદ નોંધાવી હતી. તેમણે વીરા મેગા ભરવાડ, મેરા લખુ ભરવાડ અને મમુ ભુરા કોળી
સામે ફરિયાદ કરી હતી જેમાં આરોપીઓએ ભીમદેવકા અને ફુલપરાની જમીન સોલાર પ્લાન્ટ બનાવવા
માટે પ્રતિએકર રૂા. 4,21,000 નક્કી
કરી કુલ 800 એકર જમીન વેચાણ
આપવાનો નોટરીવાળો કરાર ફરિયાદીના પિતા તથા 116 ખાતેદારો
સાથે ચર્ચા કે વાત કર્યા વગર જમીન અંગે નોટરી કરાર કર્યો હતો. તેમને કોઈ હક્ક, અધિકાર ન હોવા છતાં બારોબાર ખોટા દસ્તાવેજ- નોટરી કરાર બનાવી ગુનો આચરાયો હોવાની
આક્ષેપવાળી ફરિયાદ થઈ હતી. આ પ્રકરણના ત્રણેય આરોપીઓએ ભચાઉની સેશન્સ કોર્ટમાં આગોતરા
જામીન માટે અરજી કરી હતી, જેમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી ધ્યાને
લઈ આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરવાનો આદેશ કરાયો હતો. આ કેસમાં આરોપીઓ તરફે ધારાશાત્રી
હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાવિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા
હતા.