ભુજ, તા. 20 : માંડવીમાં લાખાસર ચોકમાં 300 વર્ષ જૂના વૈકુંઠરાયજીનાં મંદિરમાંથી
મૂર્તિ તથા છત્તરો સહિત કુલ રૂા. 11,750ની ચોરીની ગઈકાલે પૂજારી હરેશ વ્યાસે ફરિયાદ નોંધાવી છે, ત્યાં આજે વધુ એક ચોરી અંગેનો બનાવ સામે આવ્યો
છે. માંડવીના ટોપણસર તળાવમાં ઘનશ્યામ ઘાટ ઉપર ફુવારાના સાધનો બાજુમાં સિમેન્ટના પતરાંવાળા
રૂમમાં રાખવામાં આવ્યા હતા. તા. 17/1ના રાતથી બીજા દિવસની સાંજ સુધી દરવાજાનો આગળિયો તોડી તેમાંથી
મિક્સર, સાઉન્ડ સિસ્ટમ, વાયરો
વગેરે સાધનો કિં. રૂા. 8000ની કોઈ અજાણ્યો
ઈસમ ચોરી કરી ગયાની ફરિયાદ માંડવી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ
હાથ ધરી છે.