• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

મિંઢિયારીના સરપંચની ચાર્જશીટ બાદ પણ જામીન અરજી રદ

ભુજ, તા. 20 : ગત નવેમ્બરમાં ફરિયાદી સિધિકના ભાઈ અનવર ઈબ્રાહિમ મેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેણે સ્યુસાઈડ નોટ લખી તેમજ મોબાઈલમાં ત્રાસ આપનારાના નામ પણ આપ્યાં હતાં. મરવા મજબૂત કર્યાના આ કેસમાં ફરિયાદી સિધિકે આરોપી મિંઢિયારીના સરપંચ વલીમામદ મિસરી જત તેમજ રમધાન ઓસ્માણ જત, શકીનાબાઈ, અમીનાબાઈ તેમજ હારૂન મેમણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપી વલીમામદ પોતાની ધરપકડથી રક્ષણ મેળવવા અગાઉ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી રદ થઈ હતી. આથી તેની ધરપકડ થઈ હતી. હાલ તપાસ પૂર્ણ થતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ જતાં આરોપી વલીમામદે ફરી નિયમિત જામીન મેળવવા અરજી કરતાં આઠમા અધિક સેશન્સ જજે તેમના જામીન નામંજૂર કર્યા છે. ફરિયાદી તરફે વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાંધ, આઈ.એ. કુંભાર, ડી.સી. ઠક્કર હાજર રહ્યા હતા. 

Panchang

dd