• શુક્રવાર, 28 માર્ચ, 2025

ચેક પરતના કેસમાં એક વર્ષની સજા

ભુજ, તા. 8 :  ચેક પરત કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદનો હુકમ અંજાર કોર્ટે આપ્યો છે. આ કેસની વિગત મુજબ આરોપી દિનેશ બટુક દેસાઈ અને ફરિયાદી ભરતભાઈ લક્ષ્મણભાઈ બોરીચા સાથે જૂના સંબંધ હોઈ આરોપીએ ફરિયાદી પાસેથી રૂા. એક લાખ લીધા હતા, જે રૂપિયા પરત આપવા માટે આરોપીએ ફરિયાદીને નામજોગ ચેક આપ્યો હતો. ચેક બેંકમાં જમા કરવાતાં તે ચેક વગર ચૂકવેલ પરત આવતાં ફરિયાદીએ ફરિયાદ કરી હતી, જે ચાલી જતાં અંજારના એડિશનલ ચીફ જ્યુ. મેજિ. ડી. આર. ઠાકુરે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમ 30 દિવસમાં વળતર રૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અબ્દુલલતીફ કે. ખત્રી હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd