ભુજ, તા. 6 : શહેરના પ્રમુખસ્વામીનગરમાં
રહેતા કીર્તિભાઈ રતિભાઈ પટેલ (ઉ.વ. 45) નામના આધેડે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈને
આપઘાત કર્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, મુંદરા રિલોકેશન સાઈટ સ્થિત પ્રમુખસ્વામીનગરમાં
ભાટિયા સમાજવાડી સામે રહેતા હતભાગી કીર્તિભાઈ ગુરુવારે મોડી રાત્રે પોતાના ઘરે હતા,
ત્યારે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ
ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે
અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.