• ગુરુવાર, 28 મે, 2026

અવસાન નોંધ

ભુજ : વડનગરા  નાગર હરીશ બિહારીલાલ અંજારીઆ (નિવૃત્ત એસ.ટી.-ભુજ ડેપો) (ઉ.વ. 80) તે નયનાબેનના પતિ, સ્વ. કંચનબેન બિહારીલાલ અંજારીઆના પુત્ર, સ્વ. દેવમણીબેન પ્રદ્યુમ્નરાય (બચુભાઈ) અંતાણીના જમાઈ, હિરવા (ચાણક્ય એકેડેમી) અને જલ્પન (વંદે માતરમ્ મેમોરિયલ)ના પિતા, દ્વિજલ મામતોરા (કે.પી. એનર્જી) અને પાયલના સસરા, મહેશ્વરી સુભાષભાઈ વૈદ્ય (નિવૃત્ત ડાયેટ), ભરત (નિવૃત્ત ઓફ્રેડ હાઈસ્કૂલ), અંજના રાજીવભાઈ વૈદ્ય (નિવૃત્ત પોસ્ટ માસ્તર-મોરબી), અલકા ત્રિદિવભાઈ વૈદ્ય (નિવૃત્ત પોસ્ટ ઓફિસ-ભુજ), દર્શક (નિવૃત્ત કચ્છમિત્ર)ના ભાઈ, મંજરીબેન (નિવૃત્ત ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈ.) અને નયના (નૈઋતિ)ના જેઠ, નરેશ અંતાણી (કચ્છમિત્ર) અને રીટા નિખિલ વૈદ્ય (અમદાવાદ)ના બનેવી, કર્મનના દાદા, તસ્મૈ અને હેત્મૈના નાના, નિમિષ (વિદ્યા ડેરી-આણંદ), ડો. ઋત્વિજ (શ્રુતિ હોસ્પિટલ), મિહિર (શુચિ લેબોરેટરી), પ્રત્યૂષ (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ)ના મોટા કાકા, કેયૂર, પાયલ, હેતા, માર્ગી, વૃત્તાંક, ઉત્સવ, જલશ્રીના મામા, ડો. ભૌમિના ફુઆ, હર્ષલ અને હેતવીના માસા, વિણાબેન  કુલીનકાંત વૈશ્નવ  (ભાવનગર), હિરાબેન  રસિકભાઇ  મામતોરાના  વેવાઇ તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 28-5-2026ના સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : નરેન્દ્ર રમેશચંદ્ર સાધુ (ઉ.વ. 39) તે ગં.સ્વ. અરૂણાબેનના પુત્ર, મોનાલીબેન નિશાંતભાઇ ચૌહાણના ભાઇ, દિગ્નના મામા તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-5-2026ના સાંજે 5થી 6 નિવાસસ્થાન રામવાડી, ઉપલીપાળ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મોરગરના દેવલબેન રાણાભાઈ રબારી (ઉ.વ. 85) તે સ્વ. રાણાભાઈ સુરાભાઈ રબારી (ચેલાણા)ના પત્ની, સ્વ. ખેંગારભાઈ લખધીરભાઈ રબારી (ઉખેડા)ના પુત્રી, સ્વ. રામાભાઈના બહેન, સ્વ. રામાભાઈ, કાનાભાઈ, બુધાભાઈ, કરણાભાઈ, રમેશભાઈ, વિજુબેનના માતા, લાખા, વાસંગ, વંકા, ભરત, ખીમજી, મનીષ, લક્ષ્મણ, નીતિન, દેવીબેન, ભચીબેન, પાબીબેન, વંજીબેન, લખીબેન, નામાબેન, ભૂમિબેન, જલુબેન, દિવ્યાના દાદી, દિવ્યમ, કનીશ, રાજા, હંસા, પરાશક્તિ, લાખુ, રામુના પરદાદી, પુરીબેન કારૂભાઈ રબારી (મોસુણા), મેઘુબેન કાંયાભાઈ રબારી (ગુંદિયાળી), કરમીબેન મેઘાભાઈ રબારી (નરેડી), દેવીબેન કરણાભાઈ રબારી (ખારૂઆ), જલીબેન લધાભાઈ રબારી (ગુંદિયાળી)ના ભાભી, વિરમભાઈ જલાભાઈ સાવધારિયા (નરેડી)ના સાસુ તા. 23-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સુભાષનગર, ગાંધીધામ ખાતે. આગરી તા. 2-6-2026ના તથા ઘડાઢોળ (બારસ) તા. 3-6-2026ના બુધવારે ઉપરોક્ત સ્થળે.

ફરાદી (તા. માંડવી) : નિયામતબાઈ બાબુ (ઉ.વ. 80) તે રમજુ, શકીનાબાઈ, ગનીના માતા, મ. ચવાણ અલીમામદ (તુમદી), જુસબ કાસમ, મ. કરીમાબાઈ મીઠુ, નારેજા હુરબાઈ કાસમના ભાભી, મ. ગની નૂરમામદના સાસુ, ગની કાસમના  મોટીમા, સઝાદ, અનીસ, રુકશાના, ઈરફાનના દાદી અવસાન પામ્યા છે. જિયારત તા. 29-5-2026ના શુક્રવારે સવારે 10થી 11 જમાતખાના, ફરાદી ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : સૈયદા આઈસુમા (ઉ.વ. 45) તે સૈયદ ગુલામરસુલશાના પત્ની, સૈયદ ઈસ્માઈલશા, સૈયદ જુસબશાના માતા, સૈયદ હસનશા, સૈયદ બાદશામિયા, સૈયદ જાકબશા, સૈયદ અલીશાના બહેન, સૈયદ અલીઅસગરશા, સૈયદ યાશીનશાના સાસુ તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-5-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, રવાપર ખાતે.

આમારા (તા. નખત્રાણા) : સોઢા મદનસિંહ સતાજી (ઉ.વ. 60) તે સોઢા સતાજી વાઘજીના પુત્ર, ઘનશ્યામસિંહ, નરેન્દ્રસિંહ, વંદનાબા વીરભદ્રસિંહના પિતા, પ્રતિપાલસિંહ, કરણસિંહના દાદા, જાડેજા લાખુભા વખુભા (ફરાદી)ના જમાઇ, જાડેજા લાભુબા લાલુભા, વાઘેલા ઇન્દ્રાબા અભયસિંહ, વાઘેલા જીકુબા અનિરુદ્ધસિંહ, વાઘેલા ભરતબા હઠુભા, સોઢા નવલસિંહ, કનકસિંહ, દશરથસિંહના ભાઇ તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-6-2026ના દરબારગઢ, આમારા ખાતે.

હિંગરિયા (તા. અબડાસા) : સામકોરબા ખાનજી જાડેજા (ઉ.વ. 107) તે સ્વ. વંકાજી, સ્વ. જીલુભા, સ્વ. દેવુબા ટપુભા ચૌહાણ (શિરાચા), ચાંદાબા હરિસંગજી ચૌહાણ (શિરાચા), મયાબા મધુભા ચાવડા (હિંગરિયા)ના માતા, ભીમજી, ઘનુભા, અરાવિંદાસિંહના દાદી, સોઢા રાણુભા સંગ્રામજી (મોડકુબા)ના બહેન, ટીલાટ ગાવિંદજી ચાંદાજી જાડેજા, મધુભા ગભુભાના મોટામા, નટુભા ટપુભા ચૌહાણ, દિલવારાસિંહ મધુભા ચાવડા, ચૌહાણ ગુલાબાસિંહ હરિસંગજીના નાની અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હિંગરિયા ખાતે અને બારમાની વિધિ તા. 5-6-2026ના ઉપરોક્ત સ્થળે.

બેંગ્લોર : મૂળ નખત્રાણા (જૂનાવાસ) કડવા પાટીદાર ધર્મેન્દ્રભાઇ જવેરભાઇ લિંબાણી (ઉ.વ. 38) તે આશાબેનના પતિ, દેવાંશ, મોક્ષીના પિતા, કલાબેન જવેરભાઇ લિંબાણીના પુત્ર, મનીષભાઇ, પ્રિયાબેન (વિરાણી), પ્રીતિબેન (વિથોણ)ના નાના ભાઇ, હરિભાઇ નાનજી છાભૈયા (મોટી વિરાણી)ના જમાઇ તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-5-2026ના ગુરુવારે બપોરે 3થી 5 પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજ, નખત્રાણા ખાતે.

મુંદરા : કચ્છી રાજગોર બ્રાહ્મણ મૂળ બાગના દયાશંકર નાગુ (ઉ.વ.  80) તે સ્વ. મોંઘીબેન રણછોડજી જીવરામ નાગુના પુત્ર, વિમળાબેનના પતિ, હર્ષદા, આનંદ, ભરતના પિતા, રૂપાલી આનંદના સસરા, સ્વ. મુળજી વિશનજી માલાણી (ભારાપર)ના જમાઈ, સ્વ. મણિશંકર, ખીમજી, હરિશંકર, ભગવાનજી, સ્વ. વિજયાબેન નારાણજી મોતા, સ્વ. ઝવેરબેન રામજી, ગં.સ્વ. નર્મદાબેન બાબુલાલ મોતા, ગં.સ્વ. ભાનુબેન લક્ષ્મીદાસ મોતા, ગં.સ્વ. જશુબેન હરીલાલ માકાણી, દિલીપ, મુકેશ, સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. જ્યોત્સનાબેન, જયશ્રીબેનના ભાઈ, ગં.સ્વ. ભક્તિબેન જગદીશ માકાણી, સ્વ. હિમાંશુ, દેવેન, પ્રતિક્ષા ચેતનકુમાર, સ્વ. યોગેશ, ગં.સ્વ. નયના હિતેશકુમાર, છાયા વિનોદકુમારના કાકા, અમરતબેન, દિવાળીબેન, રમીલાબેન, ગીતાબેન, નવીનભાઈ, શાંતિભાઈ, હરિશંકરભાઈ, બિપિનભાઈના બનેવી, લુનાક્ષી, ઉત્કર્ષના દાદા, ફોરમ, ફાલ્ગુનીના નાના તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 28-5-2026ના ગુરુવારે સાંજે 4.30થી 6 સુધી મુંદરા રાજગોર સમાજવાડી, વર્ધમાનનગર, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ આધોઇના કપિલ ઉર્ફે મોની (ઉ.વ. 32) તે સ્વ. કલ્પનાબેન અને કવિતાબેન રમેશભાઇ વિશનજીભાઇ રૈયાના પુત્ર, સ્વ. ઠા. વિશનજીભાઇ વેલજીભાઇના પૌત્ર, કલ્પેશ (પિન્ટુ), જિગર, આયુષીબેનના ભાઇ, ગોપીબેનના પતિ, નીતાબેન, પૃથાબેનના દિયર, હયાન, શ્લોક, હેનિક, ચેષ્ટાના કાકા, ઠા. જેઠાલાલ ખીમજી મજેઠિયાના દોહિત્ર, સ્વ. સુરેશભાઇ, રાજુભાઇ, હંસાબેનના ભાણેજ, ઠા. નટવરલાલ કેશવલાલ રતાણી (ફતેહગઢ હાલે માધાપર)ના જમાઇ, નિર્મળાબેન રણછોડભાઇ જોબનપુત્રા, ધનગૌરીબેન ભવાનભાઇ ઉદેચા, હિનાબેન સુરેશભાઇ મિરાણી, ગુણવંતીબેન કિરીટભાઇ પોપટ, નીતાબેન સુનિલભાઇ ચંદેના ભત્રીજા તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર હોલ, માધાપર ખાતે.

મોટા અંગિયા (તા. નખત્રાણા) : જીવરાજ ધનજી પાયણ (ઉ.વ. 56) તે લક્ષ્મીબેનના પતિ, ધનજી રતનાના પુત્ર, ભગવતીબેન પરેશ જેપાર (સાંગનારા)ના પિતા, શાંતિલાલ, અજીબાઇ પચાણ બુચિયા (જામથડા), વેલાબાઇ આશમલ બુચિયા (વડવા)ના ભાઇ, શંકર દેવજી પાયણ (વિથોણ)ના કાકાઇ ભાઇ, રામજી તથા ગોવિંદ મેરિયા (કોટડા)ના ભાણેજ, સ્વ. ભીમજી વાછિયા બુચિયા (બેરૂ), માનબાઇ સિજુ (માનકૂવા)ના જમાઇ તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-5-2026ના શુક્રવારે તથા તા. 30-5-2026ના શનિવારે ઘડાઢોળ રામદેવપીર મંદિરની બાજુમાં, મોટા અંગિયા ખાતે.

બાંડિયા (તા. અબડાસા) : જાડેજા ચંદ્રાબા પ્રવીણાસિંહ (ઉ.વ. 55) તે જાડેજા પ્રવીણાસિંહ તખુભાના પત્ની, દશરથાસિંહ, જયદેવાસિંહ, અશોકાસિંહના ભાભી, ભૂપતાસિંહ, સુરુભાના માતા, જયરાજાસિંહ, વિરપાલાસિંહના દાદી તા. 26-5-2026ના  અવસાન પામ્યા છે.

નવી મોટી ચીરઇ (તા. ભચાઉ) : રાયુભા ભીખુભા જાડેજા (ઉ.વ. 45) તે સ્વ. ભીખુભા હઠુભા જાડેજાના પુત્ર, સ્વ. ઉમેદસિંહ હઠુભા, દેવુભા હઠુભા, ભાવુભા હઠુભાના ભત્રીજા, વનરાજાસિંહ, ભીખુભાના નાના ભાઈ, ઇન્દ્રજીતસિંહના પિતા, ઉદયરાજસિંહના કાકા તા. 26-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-6-2026ના સોમવારે તેમજ લોકિકક્રિયા નવી મોટી ચીરઇ ખાતે.

આણંદ : મૂળ ફતેગઢ (તા. રાપર)ના રાજગોર વિઠ્ઠલભાઈ મહાદેવભાઈ (સીતારામ પરિવાર-શ્રી વિઠ્ઠલદાદા) (ઉ.વ. 76) તે સવિતાબેનના પતિ, ભાઈશંકરભાઈ, સ્વ. લીલાવતીબેન જયંતીલાલ નાણાવટી, સ્વ. રૂખીબેન કાંતિલાલ જોષીના ભાઈ, ભગવતીબેનના દીયર, રક્ષાબેન, ગૌતમભાઈ, દશરથભાઈ, ગાયત્રીના પિતા, કંચન, હરેશ, પ્રહલાદ, વિજય, સ્વ. ગીતાબેન, બળદેવભાઈ, સ્વ. જગદીશભાઈના કાકા, મધુ, કૃપા, દીપકના સસરા, વૈશાલી, તૃપ્તિના કાકાજી સસરા, મહિન્દ્ર, પ્રકૃતિ, સીધી, પુનિત, પવન, નિયતી, સૃષ્ટિ, મોક્સા, જાનવીના દાદા, જાગૃતિ, શિવ, ભૂમિકા, પુનિત, યાજ્ઞિક, દેવર્ષિના નાનાબાપા, લોદરિયા સ્વ. ઝવેરીબેન વાલજીભાઈ શંકરલાલ (પદમપર)ના જમાઈ, સ્વ. પ્રાણશંકર રામરામ કપૂપરા (ભચાઉ)ના ભાણેજ તા. 22-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વિધિ મોરીયા તા. 4-6-2026ના ગુરૂવારે સવારે નિવાસસ્થાને. પ્રાર્થનાસભા પ્રજાપતિ સમાજવાડી, મોટી ખોડિયાર રોડ ખાતે સવારે 10થી 12.

મેઘપર (તા. લખપત) : બલિયા લાલજીભાઇ (ઉ.વ. 44) તે શાંતાબેનના પતિ, વાલબાઇ તથા સ્વ. અરજણભાઇ વીરજીભાઇ બલિયા (નિવૃત્ત બેંક કર્મચારી તથા મેઘરત્ન)ના પુત્ર, ગોવિંદભાઇ, સ્વ. વાલજીભાઇ, કાનજીભાઇ, મનજીભાઇના ભત્રીજા, રામજીભાઇ, પ્રેમજીભાઇ, વિશ્રામભાઇ, વીરબાઇ દીપક ગોરડિયા (નખત્રાણા)ના ભાઇ, રમેશભાઇ (એડવોકેટ), નવીનભાઇ (નરા પોલીસ સ્ટેશન), શૈલેષભાઇ, સુરેશભાઇ, કિશોરભાઇ, વિપુલભાઇ, સ્વ. રતિલાલના કાકાઇ ભાઇ, ધ્રુવ, ધ્રુવિકા, સમરથના પિતા, જિગર, હિના, દિલીપ, રીના, ધર્મિષ્ઠા, લક્ષ્મીના કાકા, ખોખર લધાભાઇ જુમાભાઇ (ગુનેરી)ના જમાઇ, લખમશી અને મનોજના બનેવી, ગોરડિયા કાનજી થાવર, પુનાભાઇ, પરાગભાઇ (ધારેશી)ના ભાણેજ તા. 25-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-5-2026ના આગરી તથા તા. 29-5-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાને મેઘપર ખાતે અને બેસણું પણ ત્યાં જ. 

Panchang

dd