• બુધવાર, 27 મે, 2026

નખત્રાણા તાલુકાના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

નખત્રાણા, તા. 26 : અહીં પ્રાંત અધિકારી કચેરી ખાતે તાલુકાના અરજદારોના પ્રશ્નો ઉકેલવા સ્વાગત બેઠક યોજાઇ હતી. નાયબ કલેક્ટર ઉજ્જવલ ઉત્સવ, મામલતદાર આર. કે. પટેલ, તા.વિ. અધિકારી હાર્દિક ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં દબાણ હટાવવા, પાણી પુરવઠા બાબતે, વીજ લાઇન યોગ્ય કરવા, ખનિજચોરી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ચર્ચાયા હતા.પ્રાંત અધિકારી કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં અરજદાર રતનસિંહ હરિસિંહ રાઠોડે કાદિયા નાના ગામે અવરોધરૂપ વીજ ટાવર દૂર કરવા, ઝીલ વસાહતના રહેવાસી દિનેશ રાઠોડે પૂરતો પાણી પુરવઠો મળતો ન હોવા બાબતે, કોટડા (જ.)ના યાદવ યોગેશ લાલસિંહે બક્ષીપંચ જાતિના દાખલા માટે પડતી મુશ્કેલી દૂર કરવા, હક્કપત્રક ગુમ થવાથી ખેડૂતોને ખેતીલક્ષી બેંક લોન મળતી ન હોવા અંગે ભગવાન ધનસુખભાઇ કાનજિયાણી દ્વારા રજૂઆત કરાઇ હતી. સરકારી જમીનમાંથી ખનિજચોરી કરનારાની નામજોગ ફરિયાદ જાડેજા જુવાનસિંહ જીલુભા દ્વારા કરાઇ હતી તેમજ ગ્રામ પંચાયતના વહીવટી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. મામલતદાર શ્રી પટેલ તથા તા.વિ. અધિકારી શ્રી ગઢવીએ પ્રશ્નોની વિગતો આપી હતી. શ્રી ઉજ્જવલે અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. સંચાલન શિવજી પાયણે કર્યું હતું. 

Panchang

dd