• બુધવાર, 27 મે, 2026

ચેકના કેસમાં એક વર્ષની કેદ : 27 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ

ગાંધીધામ, તા. 26 : 27 લાખ રૂપિયાનાં મૂલ્યનો ચેક બેંકમાંથી પરત ફરતાં સર્જાયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં ગાંધીધામની અદાલતે આરોપી પાર્થ સુરેશભાઈ ત્રિવેદીને તકસીરવાન ઠેરવી તેને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ફરિયાદીને 27 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કરાયો હતો. આ પ્રકરણમાં ચંદ્રેશ શામળદાસ પટેલે આરોપી પાર્થ ત્રિવેદી સામે આ કેસ દાખલ કર્યે હતો. કેસની સુનાવણી ગાંધીધામ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ થઈ હતી. બને પક્ષને સાંભળી આધાર-પુરાવા તપાસી ચેક પરત ફરવા બદલ આરોપીને જવાબદાર ઠેરવી તેને એક વર્ષની કેદની સજા સંભળાવાઈ હતી. ફરિયાદીના ચેકનાં મૂલ્યની રકમ રૂા. 27 લાખ વળતર પેટે ચૂકવવામાં આવે તેવો આદેશ પણ આ ચુકાદામાં કરવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં ફરિયાદીના વકીલ તરીકે ગાંધીધામના એચ.પી. ગઢવી રહ્યા હતા. 

Panchang

dd