• બુધવાર, 27 મે, 2026

ફ્રોઝન ફુડ નિકાસ ક્ષેત્રને મળી કોલ્ડ ચેઈન કોરિડોરની ભેટ

મુંદરા, તા. 26 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની સંકલિત લોજિસ્ટિક્સ પાંખ `અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ' દ્વારા હાયફન ફૂડ્સની નિકાસ માટે ગુજરાતના આઈસીડી વિરોચનનગરને મુંદરા પોર્ટ સાથે જોડતો ખાસ રીફર રેલ કોરિડોર શરૂ કરાયો છે. દેશની પ્રથમ ખાસ (રેફ્રિજરેટેડ) કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. આ પહેલ ભારતના ફ્રોઝન ફૂડ નિકાસ માટે ટકાઉ અને અત્યાધુનિક કોલ્ડ ચેઈન લોજિસ્ટિક્સ કોરિડોરના નિર્માણમાં મોટું સીમાચિહ્ન સાબિત થશે. આ નવો પ્રોજેક્ટ હાયફન ફૂડ્સ, અદાણી લોજિસ્ટિક્સ અને વૈશ્વિક શાપિંગ અગ્રણી એવરગ્રીન મરીન કોર્પોરેશન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનું પરિણામ છે. આ ખાસ રીફર ટ્રેન દ્વારા ફ્રોઝન કાર્ગો મલેશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન અને ઇન્ડોનેશિયા જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલવામાં આવશે. આ નવીન રેલ સેવા દ્વારા રોડ ટ્રાન્સપોર્ટને બદલે રેલવેનો ઉપયોગ વધશે, જેનાથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે અને કાર્બન ઉત્સર્જન ઘટશે.આ પહેલમાં અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડની ભૂમિકા માત્ર પરિવહન પૂરતી મર્યાદિત નથી. કંપનીએ નિકાસકારો અને ઉત્પાદકોને એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઈન સોલ્યુશન્સ પૂરા પાડવા માટે બંદરો, ઈનલેન્ડ કન્ટેનર ડેપો, રેલ કનેક્ટિવિટી અને વેરહાઉસિંગ ક્ષેત્રે પોતાના મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિસ્તાર કર્યો છે. સાણંદ, વિરમગામ અને કડી જેવા ઔદ્યોગિક હબની નજીક આવેલું અદાણી આઈસીડી વિરોચનનગર વાર્ષિક 92,400 કન્ટેનર હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. મુંદ્રા અને પીપાવાવ બંદરો માટે તે આયાત-નિકાસ કનેક્ટિવિટી પૂરી પાડે છે. 

Panchang

dd