રવાપર (તા. નખત્રાણા), તા.
26 : આ તાલુકાના 20 ગામને જોડતા કેન્દ્રસમાન
નેત્રા (માતાજીના) ગામને વહેલી સવારે અને મોડી સાંજે ભુજથી એસ.ટી. બસનો રૂટ ફાળવાય
તે માટે રજૂઆત કરાઈ હતી. જિલ્લા પંચાયત સભ્ય નેહા અશ્વિન રૂપારેલે વિભાગીય નિયામક અધિકારી
ભુજ અને નખત્રાણા ડેપો મેનેજરને પત્ર દ્વારા માગણી કરી હતી, જેથી રેલવેમાં મુસાફરી
કરતા લોકો ઉપરાંત દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની શકે. સવારે 7 વાગ્યે ભુજથી નેત્રા અથવા મા.મઢ જતી એસ.ટી.ને
વાયા ટોડિયા - નેત્રા - રવાપર રૂટ ફાળવાય અને સાંજે 4:30 પછી ભુજ જવા વ્યવસ્થા ન હોવાથી
મા.મઢથી રવાપર - નેત્રા રૂટની બસ દોડાવાય, તો મોડી સાંજે મુસાફરોને વિકલ્પ તથા એસ.ટી.
સેવાનો પૂરતો લાભ મળી શકે.