ભુજ, તા. 26 : કચ્છની કોલેજોમાં હાલ પ્રવેશ
પ્રક્રિયાનો ધમધમાટ આરંભી દેવાયો છે. જીકાસ પોર્ટલ મારફત નોંધણીની કામગીરી આરંભવામાં
આવી છે, જેમાં મહત્ત્વની બાબત એ ઊભરીને સામે આવી છે કે, કચ્છમાં 12મા ધોરણ બોર્ડની પરીક્ષમાં જેટલા વિદ્યાર્થીઓ
પાસ થયા તેના પ0 ટકા છાત્રોએ પણ પ્રવેશ મેળવવા કચ્છની કોલેજો પર પસંદગી ઉતારી નથી. કચ્છમાં બોર્ડની
પરીક્ષામાં 123પ3 વિદ્યાર્થીઓ પાસ થયા જેમાંથી અત્યાર સુધી
સાડા પાંચ હજાર છાત્રોએ અત્યાર સુધી જીકાસ પોર્ટલ પર કચ્છની કોલેજમાં પ્રવેશ મેળવવા
માટે રસ દાખવ્યો છે. જાણકારોના મતે આ રેશિયો ઘણો નોચો છે. જીકાસ પોર્ટલ પર 28 મે સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ
મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરી શકશે. જીકાસ પોર્ટલમાં ફોર્મ ભરવા સમયે કોઈ મુશ્કેલી
પડે તો તેના નિવારણ માટે હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા છે. - આગામી સત્રથી બે નવી કોલેજ ચાલુ થશે : કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોરના
જણાવ્યાનુસાર નવા શૈક્ષણિક સત્રથી માંડવી તાલુકાના ગઢશીશામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ
ફેકલ્ટીની પ્રથમ એવી સરાકરી કોલેજ કાર્યરત થઈ જશે. આ કોલેજ 30 ગામ માટે ઉપયોગી સાબિત થવાની
છે. એ જ રીતે ગુજરાતના અંદાજપત્રમાં મંજૂર થયેલી અંજારની સરકારી પોલીટેકનિક કોલેજ પણ
આ નવા શેક્ષણિક સત્રથી ચાલુ થાય તે માટેના પ્રયાસો પણ હાથ ધરી દેવાયા છે. - પાંચ એક્સટેન્શન સેન્ટર શરૂ
થશે : યુનિ. દ્વારા નવા શૈક્ષણિક સત્રથી નવા
પાંચ એક્સટેન્શન સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત કરાઈ છે. આ સેન્ટર કોટડા (ચકાર), લુણી,
ધોરડો, લોડાઈ અને નેત્રા ખાતે શરૂ કરવામાં આવશે. હાલ કાર્યરત એક્સટેન્શન સેન્ટરમાં
પ00થી વધુ છાત્ર અભ્યાસ કરી રહ્યા છે.