• બુધવાર, 27 મે, 2026

રવાપર પાસે ટેમ્પો કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના સાત જણને ઈજા

રવાપર, તા. 26 : નખત્રાણા તાલુકાના રવાપર નજીક   કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 7 જણે ઈજાઓ  પહોંચી હતી. આ અંગે મળતી વિગતો મુજબ  રવાપરથી ભુજ જતા હાઈવે ઉપર આજે સાંજે 4 વાગ્યના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો.  એક જ પરિવારના સભ્યો  ભુજથી  દવા લઈને  રવાપર પરત  ફરી  રહ્યા હતા ત્યારે  રિયાલન્સ પેટ્રોલપંપ પાસે  આ બનાવ બન્યો  હોવાનું અમારા પ્રતિનિધિ શિવશંકર વાસુએ જણાવ્યું હતું.  અલ્ટો કાર   આઈસર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી.   વાહનોની મોંભેર ટક્કરથી   કારનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માતમાં  ઘાયલ પીંજારા મામદ હુશેન (ઉ.વ.40),  ઈનાયત અજીજ  (ઉ.વ.15)  અને સાફીર મામદ હુશેનને  ગંભીર ઈજાઓ પહોંચતાં બેભાન હાલતમાં વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા, જ્યારે મામદ હુશેન અલીમામદ  (ઉ.વ.40), માઈન મામદ હુશેન (ઉ.વ.24) અને જનાબેન અજીજ (ઉ.વ.35) અને સમીમ અજીદને માથામાં ઈજાઓ પહોંચતાં  સારવાર અપાયા બાદ તેઓને પણ ભુજ ખસેડાયા   હોવાનું સરકારી હોસ્પિટલના ડો. માનસીબેન દુઝિયાએ જણાવ્યું હતું.  અકસ્માતના બનાવનાં પગલે   રવાપરના અગ્રણી અને તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ રૂપારેલે ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવા સરકારી એમ્બ્યુલન્સની  વ્યવસ્થા કરી હતી. પૂર્વ સરપંચ ઈસ્માઈલ પીંજારા,  સરપંચ પરેશ રૂપારેલ, ગ્રામ પંચાયત સદસ્ય  ઓસમારણ કુંભાર,  નાગવીરીના રાજેશ પટેલ,  કીર્તિ શાંખલા, દીપક નાકારાણી સહયોગી  બન્યા હતા. ટેમ્પોચાલક  વાહન  છોડી નાસી ગયા બાદ ભુજમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો.   

Panchang

dd