• બુધવાર, 27 મે, 2026

સરહદ ડેરીએ અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્કનું ઉત્પાદન શરૂ કર્યું

અંજાર, તા. 26 :  જિલ્લાની સરહદ ડેરી દ્વારા ગ્રાહકોને ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્કનું સ્થાનિક ઉત્પાદન અને પેકાજિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનાં સપનાંને સાકાર કરવા માટે સરહદ ડેરી દ્વારા વધુ એક વિશેષ પગલું લેવામાં આવ્યું છે. હવેથી કચ્છમાં પણ પ્રીમિયમ 500 એમએલની બોટલમાં અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્કનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. સરહદ ડેરી દ્વારા અમદાવાદ જેવા મોટા શહેરોમાં સફળતાપૂર્વક `અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્ક'નું વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ હવે આ ઉત્પાદનનું વેચાણ સ્થાનિક સ્તરે  શરૂ કરવામાં આવ્યું છે, જેથી કચ્છના ગ્રાહકોને વધુ તાજું અને ગુણવત્તાયુક્ત પ્રીમિયમ ઉત્પાદનનો સ્થાનિક ઉપભોક્તા પણ લાભ લઈ શકશે. આ અમૂલ પ્રો-બાયોટિક બટરમિલ્ક 500 એમએલના પેકમાં 30 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જેમાં સામાન્ય બટરમિલ્કની સરખામણીએ વધુ પ્રોટીન ઉપલબ્ધ છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં શરીરને ઠંડક અને તાજગી આપતું આરોગ્યવર્ધક પીણું સાબિત થશે. આ પ્રોડક્ટમાં સમાવિષ્ટ પ્રો-બાયોટિક તત્ત્વો પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ બને છે તેમજ શરીરના આરોગ્ય માટે પણ લાભદાયી ગણાય છે. સરહદ ડેરી દ્વારા હંમેશાં ગ્રાહકોને ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કચ્છમાં જ તેનું ઉત્પાદન શરૂ થવાથી ગ્રાહકોને વધુ તાજું ઉત્પાદન મળશે તેમજ સ્થાનિક સ્તરે ડેરી વિકાસને પણ વેગ મળશે, તેવી આશા વ્યક્ત કરી હતી. 

Panchang

dd