• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : શ્રીમાળી સોની ગં.સ્વ. કલાવંતીબેન માંડલિયા (ઉ.વ. 77) તે સ્વ. વૃજલાલ જીવણદાસ માંડલિયા (પ્રભુજી જ્વેલર્સવાળા)ના પત્ની, સ્વ. મોહનલાલ હીરાલાલ કોંઢિયાના પુત્રી, જ્યોત્સનાબેન (જુલીબેન), રિતેશભાઇ, પ્રદીપભાઇના માતા, અજયકુમાર, જિજ્ઞાબેન, ભાવિનીબેનના સાસુ, રોહન, વિકાસ, રિશી, ક્રિશાના દાદી, ધારાના દાદીસાસુ, જય, દિશાના નાની, ગં.સ્વ. ઇન્દિરાબેન જેન્તીલાલ, ગં.સ્વ. મધુબેન વલ્લભદાસના નાના ભાઇના પત્ની, વીણાબેન રમણીકલાલ, મંગળાબેન જીવરામદાસ (માલણ)ના ભાભી, હરેશ, બિપિન, રાજેશ, સ્વ. અતુલ, સ્વ. હાર્દિક, દીપેનના કાકી તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 વાઘેશ્વરી પાર્ટીપ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.

ભુજ : લવજી લાલજી અબડા (ઉ.વ. 64) (નિવૃત્ત પાણી પુરવઠા) (જાણીતા મંજીરાવાદક) તે સ્વ. મણિબેન લાલજી અબડાના પુત્ર, નિમુબેનના પતિ, હરેશ્વરી (હિના), મેહુલના પિતા, પ્રશાંત ચાવડા  અને મીનાના સસરા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2026ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ ફતેહગઢના મોહનલાલ વિશ્રામ ખંડોલ (ઉ.વ. 80) તે સ્વ. મોંઘીબેન વિશ્રામ મૂલચંદના પુત્ર, સ્વ. તેજુબેન ચૂનીલાલ મહેતા, સ્વ. દિવાળીબેન નાનાલાલ મોરબિયા, સ્વ. નેમજીભાઇ, બધીબેન કિશોરચંદ્ર દોશીના ભાઇ, ભાગ્યવંતીબેનના પતિ, સ્વ. લાડકીબેનના દિયર, સ્વ. જિતેન્દ્ર, રોશની, રીના, પૂર્વીના પિતા, અજિત, અનિલ, આનંદના સસરા, સ્વ. નાગજી હીરાચંદ મહેતા (રામવાવ), સ્વ. ફતેચંદ સ્વરૂપચંદ સંઘવીના જમાઇ, સ્વ. પ્રભુલાલ મૂલચંદ, સ્વ. અમૃતલાલ મૂલચંદ, સ્વ. ભગવાનજી મૂલચંદના ભત્રીજા, સ્વ. રસિકલાલ, શાંતિલાલ, જયસુખલાલ, જયાબેન, ઇન્દુબેન, પ્રવીણચંદ્ર, પ્રફુલ્લચંદ્ર, રસીલાબેન, ભરતકુમારના કાકાઇ ભાઇ, વ્યુતિ, મહી, કામ્ય, ક્રિતના નાના, ચંદ્રિકાબેન વિનોદકુમાર મહેતા, સંગીતાબેન, ગિરીશકુમાર દોશી, કીર્તિકુમાર મહેતા, પીયૂષકુમાર મહેતા, સ્વ. ચમનલાલ મહેતા, પ્રકાશભાઇ મહેતા, મહાસતીજી જાગૃતિબાઇ સ્વામી, મહાસતીજી વિજ્ઞપ્તિબાઇ સ્વામી, ચંદ્રિકાબેન, દીનાબેન, શિલ્પાબેનના બનેવી, સ્વ. સ્વરૂપચંદ દામજી પારેખના ભાણેજ તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2026ના શનિવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી સ્થા. જૈન સમાજવાડી, ગોવાળ શેરી, વાણિયાવાડ, ભુજ ખાતે.

ભુજ : સિલાવટ શમીમબાનુ ગુલમોહમ્મદ (ઉ.વ. 55) તે ગુલમોહમ્મદ સતારભાઇના પત્ની, ધીસુખાનજી, સિરાજુદ્દીનજીના ભાભી, મો. આમીન, આમીરખાન, રિયાઝના માતા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-1- 2026ના રવિવારે સવારે 10થી 11 ધારાનગર મસ્જિદની બાજુમાં, કોડકી રોડ, ભુજ ખાતે.

ભુજ : ચંદુ કારા નટ (ઉ.વ. 58) તે મનસુખ, કાલીદાસ, અલ્કેશ, શંકર, સીતાબેનના પિતા, રેશ્મા અલ્કેશ, મીના શંકર, રેશ્મા મનસુખ, મીના કાલીદાસ, હરેશભાઇના સસરા તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન  જૂની રાવલવાડી, વ્યાયામ શાળા, ભુજ.

આદિપુર : મૂળ ચિત્રોડના કાંતિલાલ દામજીભાઇ રાઠોડ (ઉ.વ. 58) તે કમલેશ, વનિતાના પિતા, રણજિત સવજીભાઇ સોઢાના સસરા, રમેશભાઇ, બબીબેન, અમૃતબેન, બચુબેન, કંચનબેનના ભાઇ, મનોજભાઇના કાકા, રાજભા, મૈત્રી, નિયતી, માન્યતાના દાદા, ગોકળભાઇ, શંકરભાઇ, વિપુલભાઇના બનેવી તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. કાણ-સુવારૂ તા. 26-1-2026ના સોમવારે સવારે, બેસણું સાંજે 5થી 6 નિવાસસ્થાન પ્લોટ નં. 77, ગોકુલધામ સોસાયટી, મેઘપર (કુંભારડી) (તા. અંજાર) ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની પ્રભાબેન મૈચા (ઉ.વ. 76) તે સ્વ. મોહનલાલ જેરામભાઈ મૈચાના પત્ની, કમલભાઈ, જીતુભાઈના માતા, સ્વ. હીરાબેન પરસોત્તમભાઈ બુદ્ધભટ્ટીના પુત્રી, સ્વ. છગનભાઈ, સ્વ. માવજીભાઈ, સ્વ. ઝવેરબેન, સ્વ. મોગીબેનના ભાભી, ભૂમિશાબેન, હીનાબેનના સાસુ, પ્રથમ, નિધિ, નમનના દાદી, શંકરલાલ, શાંતિલાલ, સ્વ. ગોરધનભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. મનસુખભાઈ, ધનજીભાઈના કાકી, સ્વ. કાંતિલાલ, સ્વ. બબીબેન, સ્વ. સવિતાબેન, તરલાબેનના બહેન, ભાનુબેન કાંતિલાલના નણંદ તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-1-2026ના શનિવારે સાંજે 4થી 5 ઘનશ્યામ સભામંડપ, સ્વામિનારાયણ મંદિર, અંજાર ખાતે.

મુંદરા : ખત્રી હલીમાબાઈ મુસા (ગગવારા) (ઉ.વ. 77) તે મુમતાજ આમદ (ભુજ), શકીનાબેન તથા ફારુકના માતા તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-1- 2026ના સોમવારે સવારે 11થી 12 ખરોત દરગાહ, મુંદરા ખાતે.

બળદિયા (તા. ભુજ) : દેવજી હીરજી બળિયા તે સ્વ. હીરજી સુમાર બળિયા, પુરબાઇના પુત્ર, ગાંગબાઈના પતિ, નિરંજન, અરાવિંદ, દક્ષાના પિતા, મયૂર, પાર્થ, નક્ષ, વિદ્યાના દાદા, રસીલાબેન, જયાબેનના સસરા, રામજીભાઈ, સ્વ. શામજીભાઈ, વાલજીભાઈ, જયંતીભાઈ, ભીમજીભાઈના ભાઈ, વેલજી ગાંગજી ઓઢાણા (ઝુરા)ના સસરા, વેજા રાગા બુચિયા (વડવા-કાંયા)ના જમાઈ, સ્વ. કારુ ખીમજી લોચા (મિરજાપર), દેવજી આલા ખોખર (ભુજ), ગાંગજી શિવજી ઓઢાણા (ઝુરા)ના વેવાઈ તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. તા. 25-1-2026ના બારસ અને તા. 26-1-2026ના સવારે પાણી નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : રવિરાજાસિંહ મહેન્દ્રાસિંહ (ઉ.વ. 24) તે મહેન્દ્રાસિંહ કરણાસિંહ જાડેજા ટીલાત (એસ.આર.પી.-વડોદરા)ના પુત્ર, હરદેવાસિંહ (એ.સી.બી.-ભુજ)ના ભત્રીજા, સ્વ. કરણાસિંહ મનુભા, મહેન્દ્રાસિંહ ટેમુભા, સ્વ. ભરતાસિંહ ટેમુભા, મહાવીરાસિંહ ચંદુભા, વનરાજાસિંહ ચંદુભા, રાજેન્દ્રાસિંહ (પી.એસ.આઇ.-જામનગર), દેવેન્દ્રાસિંહ (એસ.આર.પી.-ભચાઉ)ના પૌત્ર, જયરાજાસિંહ (એમ.આઈ. સિટી મુંદરા), યુવરાજાસિંહ (ક્રિષ્ના ડેવલોપર્સ), કૃષ્ણાબા, પ્રજ્ઞાબાના ભાઈ, હરેન્દ્રાસિંહ, કુલદીપાસિંહ (ઉપપ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા), પ્રહલાદાસિંહ, દિવ્યરાજાસિંહ (મુંદરા કોર્ટ), દીક્ષરાજાસિંહ (પ્રાંત ઓફિસ-મુંદરા) વૈભવરાજાસિંહના ભત્રીજા તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-1-2026 સુધી મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન અને આયોવાર તા. 26-1-2026ના સોમવારે  તથા ઉત્તરક્રિયા તા. 30-1-2026ના શુક્રવારે નિવાસસ્થાન મોટી ખાખર ખાતે.

બેરાજા (તા. મુંદરા) : સુંદરબેન માવજી સાવલા (ઉ.વ. 92) તે માવજી મૂરજીના પત્ની, ચાંપઇબાઇ મૂરજી રતનશીના પુત્રવધૂ, હસમુખ, મહેન્દ્ર, પ્રફુલાના માતા, રમણીકલાલ કલ્યાણજી (બિદડા), દક્ષા મહેન્દ્રના સાસુ, ફેનિલ, કિંજલના દાદી, જિગર, કેકીનના નાની, અમીના નાનીસાસુ, જવેરબેન નાનજી, વેલબાઇ ખીમજી, પાનબાઇ હીરજી (બિદડા)ના ભાભી, કુંવરજી (જખુ) કરમણ (ગેલડા)ના પુત્રી, ગાંગજી, મગન, કાનબાઇ, ખીમજી, લાલજી, રતનબાઇ, લક્ષ્મીબાઇ, ધનજી, સાકરના બહેન, કલ્યાણજી હીરજી (બિદડા), ભાનુબેન કેશવજી (નાની ખાખર)ના વેવાણ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-1-2026ના સવારે 10.30થી 11.30 બેરાજા ખાતે.

વિરાણિયા (તા. મુંદરા) : નારાણ ડાયા મહેશ્વરી તે સ્વ. ડાયા વિરાના પુત્ર, સ્વ. સુમાર ડાયા મહેશ્વરી, નેણબાઇ થાવર, રતનબાઇ રામજી, મેઘબાઇ માયાના ભાઇ, સ્વ. હીરબાઇના પતિ, વેરશી, સ્વ. ભીમજી, ચાંપશી, ભાણબાઇના પિતા, વિરમભાઇ કારાભાઇ (નારાણપર)ના જમાઇ, નીલેશ, વિજય, પ્રવીણ, વિશાલ, શંકર, સુરેશ, રસીલાબેન, હેતલબેન, ભાવના, દક્ષાના દાદા તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. તા. 25-1-2026ના રવિવારે આગરી તથા તા. 26-1-2026ના સોમવારે ઘડાઢોળ (દિયાડો) વિરાણિયા (તા. મુંદરા) ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : માનબાઇ દાફડા (ઉ.વ. 66) તે લીલાધર પેથાના પત્ની, સ્વ. રાજેશ, પ્રવીણ, નવીન, વનિતા નરેશ થારૂના માતા, નરેશ અર્જુન થારૂ, રસીલાબેન રાજેશભાઇ દાફડા, રાજબાઇ પ્રવીણભાઇ દાફડા, ધનવંતીબેન નવીનભાઇ દાફડાના સાસુ, ભાવના અમૂલ દાફડાના દાદીસાસુ, મેહુલ, ઉર્વી, પૂજા, હેમાંગી, તરુણ, દીપક, ધ્રુમિલના દાદી તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. તા. 25-1-2026ના આગરી તથા તા. 26-1-2026ના પાણી નિવાસસ્થાન ઉપલોવાસ, ગુંદાલા ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : જિતેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર તે સ્વ. કાનજીભાઈ ભાણજીભાઈ પરમારના પુત્ર, ધનજીભાઈ (એ.એસ.આઈ.-ભુજ), લાલજીભાઈ  (એન્જિનીયર -અમદાવાદ), સ્વ. બાબુલાલભાઈ (શિક્ષક માંડવી)ના નાના ભાઈ, સચિનભાઈ (સચિન સ્ટુડિયો-ભુજ), કશ્યપભાઈ (360 જીમ માંડવી)ના કાકા, કૃષ્ણ અને પ્રિયાંશીના દાદા તા. 22-1-2026ના અવસાન પામ્યા છે. બારમું તા. 2-2-2026ના નિવાસસ્થાને.

ગઢશીશા (તા. માંડવી) : મૂળજીભાઇ આલાભાઇ આંઠુ (ઉ.વ. 69) તે કેસરબેનના પતિ, રાજેશભાઇ, શાંતાબેન પ્રવીણ દાફડા (દયાપર)ના પિતા, પ્રિન્સ, ઋત્વિકના દાદા, સ્વ. ડાહ્યાભાઇ, રામજીભાઇ, હીરબાઇ વિશ્રામ ચાવડા (વાડાસર), ઝવેરબેન રવજીભાઇ વાઘેલા (કોટડા-જ.), નાનુબેન ગંગારામ વાઘેલા (ખીરસરા)ના ભાઇ, શાંતિલાલ, રમીલાબેન તેજસિંહ વાઘેલા (ખીરસરા), અમૃતબેન રમેશ ચાવડા (વિગોડી)ના કાકા, ચંદુલાલ, નીતેશ, ભાવનાબેન ઉમેદ ચાવડા (ફોટડી)ના મોટાબાપા, મહેક, રોહિતના નાના, સ્વ. પચાણભાઇ દેવજીભાઇ લોંચા (વિરાણી)ના જમાઇ, બાબુભાઇ પચાણભાઇ લોંચાના બનેવી તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 24-1-2026ના અને તા. 25-1-2026ના રવિવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન બાલકૃષ્ણ નગર, ગઢશીશા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : કમલેશભાઇ મંગા ગરવા (ઉ.વ. 50) તે સ્વ. મંગા ભીમાના પુત્ર, આચારભાઇ, સ્વ. જખુભાઇ, રતનબેન મૂરજી બેરૂના ભાઇ, ગં.સ્વ. દમયંતીબેનના પતિ, લતાબેન, મનીષાબેન, મેહુલ, હિંમતના પિતા, પૂંજાભાઇ મંગલ રૂપાણી (કોઠારા)ના જમાઇ, રમેશ, કિશોર, રાજેશ, અજય, સ્વ. રમેશ, ભાવેશના કાકા, હિતેષ, રમેશના દાદા તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 25-1-2026ના સવારે નિવાસસ્થાન કોટડા (જ.) ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : લુહાર હાજી હુશેન સિધિક (કોપરબેલ કલાકાર) (ઉ.વ. 80) તે ઉમર, સાલેમામદ (સલીમ)ના પિતા, મ. હાજી ઇસ્માઇલ, હાજી હસન, મ. આમદના ભાઇ, ફેયાઝ, અનસના દાદા, ફારૂકના નાના, આદમ, જુણસ, અલીમામદ, મામદના મોટાબાપા, અબ્દુલ કાદર (મુંબઇ), કયુમ (ભુજ), અલ્તાફ (પરજાઉ)ના સસરા, મ. જુસબ ઇશબ (કૂવાથડા)ના જમાઇ તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 24થી 26-1-2026 શનિવારથી સોમવાર સુધી (ત્રણ દિવસ) નિવાસસ્થાન નિરોણા ખાતે.

ગુનેરી (તા. લખપત) : જાડેજા દેવાજી જીવણજી (ઉ.વ. 80) તે સ્વ. લાખિયારજી, સ્વ. વેલાજી, લાલજીના ભાઈ, ખેતાજી, ગોવિંદસિંહ, જુવાનસિંહ, જયવંતસિંહ, ઝુઝારસિંહના પિતા, સ્વ. સરદારસિંહ, રાયધણજી, સ્વ. તખુભાના કાકા, અનિરુદ્ધસિંહ, રવિરાજસિંહ, બુધુભા, હકૂમતસિંહ, હિંમતસિંહભુરજી, ખાનજીના મોટાબાપુ, મીતરાજસિંહ, યુવરાજસિંહ, ક્રિપાલસિંહ, ભાગ્યદીપસિંહ, કાનજી, નેતાજી, મેઘરાજજી, વિજયરાજસિંહ, રવિરાજસિંહ, પ્રતાપસિંહ, દિલુભા, લક્ષ્મણસિંહ, સરૂપસિંહ, લક્કીરાજસિંહના દાદા, વીરેન્દ્રસિંહ, કાવ્યરાજસિંહના પરદાદા તા. 22-1-26ના અવસાન પામ્યા છે. આગરી તા. 1-2-2026ના રાત્રે, ઉત્તરક્રિયા તા. 2-2-26ના સવારે નિવાસસ્થાને.

મુંબઇ : મૂળ કચ્છ કોજાચોરાના કુંદનબેન (ઉ.વ. 68) તે ગં.સ્વ. ગુણવંતીબેન રણછોડદાસ દામજી શિવજી ગટ્ટા, જયાબેન જયંતીલાલ ગોપાલજી ગટ્ટાના પુત્રવધૂ, ગં.સ્વ. કસ્તૂબેન ખીમજી ભવાનજી આઇયા (નાની અરલ)ના પુત્રી, સાગરના માતા, કાંચીના સાસુ, જયરામના દાદી, રમેશભાઇ ખીમજી આઇયાના બહેન, બિંદુબેન ભરતભાઇ ઠક્કરના વેવાણ તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-1-2026ના શનિવારે સાંજે 5થી 6.30 મહારાષ્ટ્ર સેવા સંઘ, જે.એન. રોડ, ઇન્દિરા નગર, અપના બજારની ઉપર, 1લે માળે, મુલુંડ (વે.) મું.-80 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd